ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોએ બીજાની બાબતોમાં વધુ રસ લેવાના બદલે પોતાનું પલ્લું ઠીક રહે તેના પર ધ્યાન આપવું - Aajnu Rashifal - AAJNU RASHIFAL

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2024, 5:01 AM IST

અમદાવાદ :આજે 20 સપ્ટેમ્બર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ:ચંદ્ર આજે મીન રાશિમાં છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજનો દિવસ શાંતિ અને ધીરજથી પસાર કરવાની સલાહ છે. શરદી, કફ, તાવના કારણે આરોગ્‍ય બગડી શકે છે માટે સાચવજો. સ્‍વજનો સાથે ઓછો સમય ફાળવી શકશો માટે મનોમન થોડી નિરાશા અથવા તેમના સંબંધિત કોઈ ચિંતા રહેવાની શક્યતા છે. બીજાની બાબતોમાં વધુ રસ લેવાના બદલે પોતાનું પલ્લું ઠીક રહે તેના પર ધ્યાન આપવું. માનસિક અસ્‍વસ્‍થતા દૂર કરવા માટે મેડિટેશન કરી શકો છો. ધાર્મિક અને સાંસારિક કાર્યો પાછળ વધારે ધન ખર્ચ થશે. આજે ખોટી જગ્‍યાએ મૂડીરોકાણ ન થાય તેનું ધ્‍યાન રાખવું.

વૃષભ:ચંદ્ર આજે મીન રાશિમાં છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપની આવક અને વેપારમાં વૃદ્ધિ થવાના યોગ છે. વેપારમાં નવા લાભકારક સંપર્કો થાય. કુટુંબીજનો અને મિત્રો સાથે હસીખુશીની પળો માણવાની તક મળે. પ્રવાસ પર્યટનનો યોગ છે. આજે ખાસ મહિલાવર્ગથી આપને ફાયદો થાય. જીવનસાથી સાથેના સંબંધોમાં ગાઢ આત્‍મીયતાનો અનુભવ કરશે. ભાઇભાંડુઓથી તેમજ વડીલવર્ગથી લાભ થાય. તન- મનનું સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે.

મિથુન:ચંદ્ર આજે મીન રાશિમાં છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે સમગ્ર દિવસ દરમ્‍યાન આપની શારીરિક અને માનસિક સુખાકારી સારી રહેશે. નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે આપની કામગીરીના વખાણ થાય. સહકર્મચારીઓનો સાથ સહકાર મળે. ઉપરી અધિકારીઓ દ્વારા તમારા કામની સરાહના થતાં આનંદ અનુભવશો. સામાજિક ક્ષેત્રે માન- સન્‍માન પ્રાપ્‍ત કરો. કુટુંબના સભ્‍યો, મિત્રો વગેરે સાથે આનંદથી સમય પસાર થાય. નોકરીમાં પદોન્‍નતિ થાય. આપનું વર્ચસ્‍વ વધે. સરકારી કાર્યો સરળતાથી પાર પડે અને તેનાથી લાભ થાય. દાંપત્‍યજીવનમાં સુખ અને આનંદનો અનુભવ કરો.

કર્ક:ચંદ્ર આજે મીન રાશિમાં છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર રહેશે. આજના દિવસે આપ ધર્મ ધ્‍યાન, દેવદર્શનમાં વધારે સમય આપશો. કોઇ તીર્થસ્‍થળે જવાનો પ્રસંગ ઉભો થાય. શારીરિક અને માનસિક રીતે પ્રફુલ્લિત રહેશો. ભાગ્‍યવૃદ્ધિની તક મળશે. પરિવારમાં ભાઇ બહેનો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય. વિદેશ યાત્રા માટે અનુકૂળ સંજોગો સર્જાય. નોકરિયાતોને નોકરીમાં લાભ મળશે. આકસ્મિક ધન લાભ થાય.

સિંહ:ચંદ્ર આજે મીન રાશિમાં છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આજનો દિવસ થોડી પ્રતિકૂળતા અને થોડી સાનુકૂળતા સાથે પસાર થાય. તબિયતની બાબતમાં આપે વિશેષ ધ્‍યાન આપવું પડશે. બહાર ખાવાપીવાનું ટાળવું બીમારી પાછળ ધનખર્ચ થાય. નકારાત્‍મક વિચારો મનમાંથી દૂર કરવાની સલાહ છે. કુટુંબના સભ્‍યો સાથે વધુ સમય વિતાવવો અને તેમની સાથેનું વર્તન આદરપૂર્ણ રાખવું. ઇષ્‍ટદેવનું નામ સ્‍મરણ અને આધ્‍યાત્મિક વિચાર- વાંચન ચિંતા હળવી કરી સાચો માર્ગ દેખાડશે.

કન્યા:ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર રહેશે. સામાજિક અને જાહેરક્ષેત્રે લાભ સાથે ખ્‍યાતિ મેળવશો. સ્‍ત્રી વર્ગથી વિશેષ લાભ થશે. દાંપત્‍યજીવનમાં પરમસુખની પળોનો અનુભવ થશે. નવા વસ્‍ત્રાલંકારની ખરીદી કરો તથા પહેરવાનો પ્રસંગ આવે. વિજાતીય પાત્રો સાથે ઓળખાણ થાય, મૈત્રી બંધાય. ભાગીદારી માટે અનુકૂળ સમય હોવાનું જણાઈ રહ્યું છે. પ્રવાસ- પર્યટનની શક્યતા રહે.

તુલા:ચંદ્ર આજે મીન રાશિમાં છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે નોકરિયાત વર્ગ માટે ખૂબ લાભકારી દિવસ છે. નોકરિયાત વર્ગને તેમના કામમાં યશ અને સફળતા મળે. કુટુંબનું વાતાવરણ સુમળભર્યું રહે. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મળે. ઓફિસમાં સહકર્મારીઓનો સકાર મળે. મોસાળપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્‍ય સારું રહે. મનની પ્રસન્‍નતા પણ જળવાશે.

વૃશ્ચિક:ચંદ્ર આજે મીન રાશિમાં છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપને સાહિત્‍ય સર્જન કે કલાક્ષેત્રમાં વધારે અભિરૂચિ રહે. બૌદ્ધિક ચર્ચામાં ભાગ લેવાનો પ્રસંગ ઉભો થાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં સફળતા મળે. નાણાંનું આયોજન કરવા માટે સારો દિવસ છે. આપની મહેનત પ્રગતિ તરફ લઇ જશે. સંતાનો વિશે શુભ સમાચાર મળે. વિજાતીય પાત્રો તરફ આકર્ષણ થાય.

ધન:ચંદ્ર આજે મીન રાશિમાં છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપનામાં શારીરિક, માનસિક સ્‍ફૂર્તિ અને તાજગીનું સ્તર અગાઉની તુલનાએ ઓછુ રહેશે. પરિવારમાં શક્ય હોય ત્યાં સુધી સૌહાર્દ જાળવવું અને દરેકને આદર આપવો. દરેકની સાથે વાત કરવામાં હઠાગ્રહ છોડવો. કામના પ્રમાણમાં ઉંઘનું પ્રમાણ વધારવાની સલાહ છે. જાહેરજીવનમાં અતિ સક્રિયતા ટાળવી. આર્થિક બાબતોમાં સતર્ક રહેવું. નદી, તળાવ, સમુદ્ર જેવા જળાશયોથી સંભાળવું.

મકર: ચંદ્ર આજે મીન રાશિમાં છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો સમગ્ર દિવસ સુખમય પસાર થશે. અનુકૂળ પરિસ્થિતી તિ સર્જાતા આપનું દરેક કાર્ય આજે સરળતાથી પાર પાડી શકશો. મનમાં પ્રસન્‍નતા રહેશે. વેપાર ધંધામાં આર્થિક લાભ મેળવી શકો. ભાગીદારીમાં ફાયદો થશે. ભાઇબહેનો સાથે સારી રીતે સમય પસાર કરશો. કોઇ નવું કાસ્‍ય આજે શરૂ કરી શકો છો. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં સફળતા મળે. મિત્રો સ્‍વજનોની મુલાકાતથી કુટુંબમાં ખુશાલીનું વાતાવરણ રહેશે.

કુંભ:ચંદ્ર આજે મીન રાશિમાં છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર રહેશે. મનની દ્વિધાઓ વચ્ચે આજે કેટલાક નિર્ણય લેવામાં તમે થોડી ગુંચવણ અનુભવશો. આવી સ્થિતિમાં બીજાનું માર્ગદર્શન લઇને આગળ વધવાની સલાહ છે. આરોગ્‍ય થોડું નરમગરમ રહે માટે સાચવજો. વાણી પર સંયમ નહીં હોય તો વાદવિવાદમાં પડવાથી સ્‍વજનો સાથે તણાવ આવી શકે છે. આવી સ્થિતિમાં જીભ પર મીઠાશ લાવવાનો પ્રયાસ કરવો. કાર્યમાં સફળતા માટે મહેનત વધારવી. બિનજરૂરી ખર્ચ તેમજ ધનહાનિથી બચવાની સલાહ છે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં વધુ સમય આપવો પડશે.

મીન:ચંદ્ર આજે મીન રાશિમાં છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપ આનંદ ઉત્‍સાહ અને પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. નવા કામની શરૂઆત લાભદાયી નીવડશે. મિત્રો સ્‍વજનોના સંગાથમાં સુંદર ભોજનનો આનંદ ઉઠાવવાનો અવસર પ્રાપ્‍ત થાય. પ્રવાસયાત્રાનો યોગ છે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. ધારેલા કાર્યો સફળ થાય. દાંપત્‍યજીવનમાં સુખ અનુભવાય. પરિવારમાં શાંતિનો માહોલ જળવાશે.

ABOUT THE AUTHOR

...view details