અમદાવાદ :આજે 16 નવેમ્બર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ:ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. કુટુંબ અને કાર્યના ક્ષેત્રે બાંધછોડભર્યું વલણ ઘર્ષણ ટાળશે. વાણી પર કાબુ નહીં હોય તો કોઇ સાથે વાદવિવાદ કે ટંટો કરી બેસો તેવું બને. સ્ત્રીવર્ગથી લાભ થાય. મનની ઉદાસી આપનામાં નકારાત્મક વિચારો લાવશે, પરંતુ તેને હટાવી દેવાની સલાહ છે. વધુ પડતો ધન ખર્ચ થાય. ખાનપાનમાં સંયમ રાખવો પડે.
વૃષભ: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. વિચારોની દૃઢતા સાથે આપ ખંતપૂર્વક કામ કરશો. વ્યવસ્થિત રીતે આર્થિક બાબતોનું આયોજન કરી શકશો. આપની કલાત્મક સૂઝને નિખારી શકશો. વસ્ત્રો, આભૂષણો સૌંદર્ય પ્રસાધનો અને મનોરંજન પાછળ ખર્ચ થાય. કૌટુંબિક સુખ શાંતિ જળવાશે. શ્રેષ્ઠ દાંપત્યસુખની અનુભૂતિ કરશો. ધનલાભની આશા રાખી શકે.
મિથુન: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. તમારી વાણી કે વર્તણૂક આજે કોઇ સાથે ગેરસમજ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. કુટુંબીજનો તેમજ સગાંસંબંધીઓ સાથે ખૂબ સંભાળીને રહેવું પડશે. માંદગી અને અકસ્માતના યોગ હોવાથી તે અંગે સાવધાની રાખવી. માન પ્રતિષ્ઠાને હાનિ પહોંચે. ખર્ચનું પ્રમાણ વધશે. વિશેષ કરીને મોજશોખ તેમજ મનોરંજન પાછળ ખર્ચ થાય. મગજ શાંત રાખશો એટલા ફાયદમાં રહેશો.
કર્ક: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આર્થિક આયોજનો અને નવા કાર્યની શરૂઆત કરવા માટે ઉત્તમ દિવસ છે. વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવક સ્ત્રોતોમાં વધારો થતાં આપ ખૂબ આનંદ અને સંતોષની લાગણી અનુભવશો. મિત્રો, પત્ની, પુત્ર વગેરે તરફથી શુભ સમાચાર મળે. માંગલિક કાર્યો થાય. પ્રવાસ તેમજ લગ્નયોગ છે. પ્રણય માટે અનુકૂળ દિવસ. ઉત્તમ લગ્નસુખ માણી શકશો.
સિંહ:ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી દશમ ભાવમાં છે. નોકરી તેમજ વ્યવસાયના ક્ષેત્રે લાભદાયક અને સફળ દિવસ છે. આપના કાર્યક્ષેત્રમાં આપ વર્ચસ્વ અને પ્રભાવ જમાવી શકશો. ભરપૂર આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળથી આપનું કાર્ય સરળતાથી પાર પડે. ઉપરીઓ દ્વારા કામની કદર થશે. બઢતીની શક્યતાઓ રહે. પિતાની લાભ થાય. જમીન, વાહન સંબંધી કામકાજો માટે અનુકૂળ સમય છે. સ્પોર્ટસ અને કલાક્ષેત્રમાં પ્રતિભા દેખાડવા માટે શ્રેષ્ઠ સમય હોવાનું જણાઈ રહ્યું છે.
કન્યા:ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી નવમ ભાવમાં છે. આપનો આજનો દિવસ ધાર્મિક પ્રવૃત્તિઓમાં પસાર થાય. કોઇ તીર્થસ્થાનની મુલાકાત લેવાના સંજોગો ઉભા થાય. વિદેશગમન માટેની તક સર્જાય. ભાઇભાંડુઓથી લાભ થશે. ઓફિસમાં ઉપરી અધિકારીઓથી સંભાળીને રહેવું. આર્થિક લાભ મળે. શારીરિક માનસિક સ્વસ્થતા જળવાશે.
તુલા:ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આકસ્મિક ધનલાભનો દિવસ છે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તેમજ સિદ્ધિઓ મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ છે. એમ છતાં, નવા કામ શરૂ ન કરવાની સલાહ છે. આરોગ્યની કાળજી લેવી પડશે. હિતશત્રુઓ આપનું અહિત કરવાના પ્રયાસો કરશે. જળાશય અને સ્ત્રીવર્ગથી ચેતતા રહેવું ઇશ્વરભક્તિ અને ઉડી ચિંતનશક્તિ મનને શાંતિ આપશે.
વૃશ્ચિક: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. રોજિંદી ઘટમાળની પ્રવૃત્તિઓમાં આજે પરિવર્તન આવશે. આજે આપ મોજમજા અને મનોરંજનની દુનિયામાં ફરવાના મૂડમાં હશો. એમાં મિત્રો, કુટુંબીજનોનો સંગાથ મળશે. જાહેરજીવનમાં આપના માન આબરૂ વધે. નવાં વસ્ત્ર પરિધાન અને વાહનસુખની પ્રાપ્તિ થાય. ભાગીદારીથી લાભ. દાંપત્યજીવનની શ્રેષ્ઠ ક્ષણોનો અનુભવ કરશો. પ્રિયજનની મુલાકાત અને ધનલાભ થાય.
ધન: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજનો દિવસ આપના માટે આર્થિક લાભનો હોવાનું જણાઈ રહ્યું છે. નોકરિયાત વર્ગ માટે નોકરીમાં બઢતીની અને આવકની વૃદ્ધિની શક્યતા છે, સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળશે. શરીર સ્વાસ્થ્ય સારું રહે. પરિવારમાં સુખ શાંતિ જળવાય. વિરોધીઓની ચાલ નિષ્ફળ બનશે. કાર્યમાં યશપ્રાપ્તિ થાય. સ્ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.
મકર:ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી પંચમ ભાવમાં છે. દુવિધાઓમાં અટવાયેલું આપનું મન નિર્ણયશક્તિને નબળી બનાવશે માટે મહત્વના નિર્ણયો આજે ન લેવા અથવા વિદ્વાન લોકોનું માર્ગદર્શન લઈને આગળ વધવું. સંતાનો સંબંધિત કાર્યોમાં તમારે વધુ સમય આપવો જ પડશે. કાર્ય સફળતા માટે માનસિક રીતે મક્કમતા વધારવી પડશે. ખોટા કાર્યોથી બચવું. પેટને અને પાચનતંત્રને લગતી ફરિયાદો હોય તેમણે સ્વાસ્થ્ય સંભાળવું. યાત્રા, પ્રવાસ મુલતવી રાખવા.
કુંભ: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજના દિવસમાં તમને થોડો કંટાળો આવશે અને થાકના કારણે મનમાં થોડી હતાશાની લાગણી પણ જન્મે. આવી સ્થિતિમાં પરિવારમાં કલેશનું વાતાવરણ સર્જાતુ ટાળવા માટે આપ્તજનો સાથે ખૂબ પ્રેમ અને હૂંફ સાથે વર્તન કરવું અને સહકારની ભાવના વધારવી. સમયસર ભોજન લેવાનો આગ્રહ રાખજો. શાંત નિદ્રામાં ખલેલ પડી શકે છે. માતાની તબિયતની કાળજી લેવી પડશે. જાહેરમાં વધુ પડતું માન મેળવવાની ઝંખના રાખવી નહીં. માલ મિલકત કે વાહન અંગેના સોદા કરવામાં સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. સ્ત્રીઓ અને જળાશયથી દૂર રહેવું હિતમાં છે.
મીન:ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. નવા કાર્યોનો આરંભ કરી શકશો. ભાઇબહેનો સાથે આનંદપૂર્વક સમય વીતાવશો. વૈચારિક સ્થિરતા સાથે અગત્યના નિર્ણયો લઇ શકશો. હરીફો અને શત્રુઓ સામે વિજય મેળવશો. લાગણીસભર સંબંધો બંધાય. ભાગ્યવૃદ્ધિ થાય. પ્રિયતમાના સંગાથથી આનંદ અનુભવો. સ્વજનોની મુલાકાત અને જાહેર માન પ્રતિષ્ઠા મળવાથી પ્રસન્નતા મળશે.