ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Jul 16, 2024, 5:00 AM IST

ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને અનૈતિક કામથી દૂર રહેવાની ખાસ સલાહ છે - Aajnu Rashifal

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)

અમદાવાદ :આજે 16 જૂલાઈ, 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ:ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આપ શહેર તેમજ લોકોમાં નામના મેળવી શકશો. આપને ધનપ્રાપ્તિ થઇ શકે. લગ્ન અને દાંપત્યજીવનમાં સુખ અને સંતોષ મેળવી શકશો. વાહન સુખ મેળવી શકશો. પ્રિયજન સાથે સુખદ ક્ષણો માણી શકશો. વિચારોમાં ઉગ્રતા અને આધિપત્યની ભાવનામાં વધારો થશે. આપ ચર્ચા-વિચારણામાં ભાગ લઇ શકશો પણ તેમાં આપે સમાધાનકારી બનવું જોઇએ. વેપારીઓને લાભ થવાની શક્યતા છે.

વૃષભ: ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આપ શારિરીક અને માનસિક સ્વસ્થતા મેળવી શકશો તેમજ કામને યોજના પ્રમાણે પૂરા કરી શકશો. નાણાંકીય લાભ થઇ શકે. શારિરીક રીતે અસ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરશે. મોસાળથી સારા સમાચાર મળશે. ઓફિસમાં સહકર્મચારીઓ આપને સહકાર આપશે. આપના વિલંબમાં પડેલા કાર્યો પુરા થશે.

મિથુન: ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આપનો આજનો દિવસ મધ્યમ રીતે પસાર થશે. નવું કામ શરૂ ન કરવાની સલાહ છે. સંતાનો અને જીવનસાથી સંબંધિત બાબતોમાં તમારો ઘણો સમય વ્યતિત થશે જેથી બીજા કાર્યોમાં ધ્યાન ઓછુ રહેશે. પેટને લગતી અજીર્ણ જેવી બીમારી હોય તેમણે ભોજન પર સંયમ રાખવો. આજે ખર્ચનું પ્રમાણ વધારે રહે. ખાસ કરીને સ્‍ત્રીવર્ગ પાછળ વધારે ખર્ચ કરવો પડે. વિદ્યાર્થીઓ માટે એકંદરે સમય સારો છે. અન્‍ય વ્‍યક્તિઓ સાથે વાદવિવાદના કારણે કોઇનું મનદુ:ખ ન થાય તેનું ધ્‍યાન રાખવું.

કર્ક: ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આપને આજે આનંદ અને સ્‍ફૂર્તિ જાળવવા માટે વધુ પ્રયાસ કરવા પડે અને ક્યાંક બાંધછોડની નીતિ પણ અપનાવવી પડે. મનમાં કોઈ પ્રકારના રાગદ્વેષ હોય તો ત્યજીને ઉદાર વલણ અપનાવવાની સલાહ છે. છાતીમાં દર્દ કે કોઇ વિકાર હોય તેમણે સારવારમાં વધુ કાળજી લેવી. કુટુંબીજનો તથા સ્‍નેહીઓ સાથે વિનમ્રતાથી વર્તવું. શક્ય હોય તો વધુ ઉંઘ લેવી. જાહેરમાં પ્રતિષ્ઠાની વધુ પડતી આશા રાખવી નહીં.

સિંહ:ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આપના કાર્યોમાં સફળતા મળવાથી તેમજ પ્રતિસ્‍પર્ધીઓ પર વિજય મળવાથી આપ પ્રસન્‍ન હશો. ભાઇબહેન સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. તેમના તરફથી લાભ થવાની સંભાવના છે. કોઇ રમણીય સ્‍થળની મુસાફરી દોસ્‍તો અને સ્‍હેનીજનો સાથે થાય. આરોગ્‍ય સારું રહે. પ્રિયપાત્રની મુલાકાતથી આપ રોમાંચ અનુભવો. આર્થિક લાભનો સંકેત મળે છે. મન ઉદ્વેગરહિત હશે. ભાગ્‍યવૃદ્ધિ થાય. ગાઢ પ્રેમાળ સંબંધો બંધાય. ચિત્તની પ્રસન્‍નતા વધશે. નવા કાર્યો કરવા માટે શુભ દિવસ છે.

કન્યા: ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આજનો દિવસ આપના માટે અનુકૂળ રહેશે. આપની વાણીની મધુરતાથી આપ અન્‍યનું મન જીતી શકશો. કૌટુંબિક વાતાવરણ સારું રહેશે. વાણી પર સંયમ રાખી કોઇ સાથે વાદવિવાદમાં ન પડવું. આર્થિક લાભ થવાની શક્યતા છે. આપ નિષેધાત્‍મક વિચારોથી દૂર રહેવું. મિત્રો- સ્‍વજનોથી મુલાકાત થાય. પ્રવાસની શક્યતા છે.

તુલા: ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આજે આપ દરેક કાર્ય દૃઢ આત્‍મવિશ્વાસ સાથે કરશો. આર્થિક આયોજનો સરળતાથી પાર પડે. તન મનથી પ્રફુલ્લિતતાનો અનુભવ થાય. વસ્‍ત્રો, ઘરેણાં તેમજ મોજશોખ અને મનોરંજન પાછળ ધનખર્ચ થાય. વિચારોમાં દૃઢતા આવે. સર્જનાતમક પ્રવૃત્તિઓ કરી શકશો.

વૃશ્ચિક:ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજના દિવસે આપને સ્‍વભાવમાં ઉગ્રતા ન રાખવા તથા જીભ પર સંયમ રાખવાની સલાહ છે. શારીરિક તકલીફો અને મા‍નસિક ચિંતા આપને વ્‍યગ્ર બનાવી શકે છે. વાહન ચલાવતા સંભાળવું. ઓપરેશન કરવાનું ટાળવું. સગાં- સ્‍નેહી અને કુટુંબીજનો સાથે વર્તનમાં વિનમ્રતા આને આદરભાવ રાખવાની સલાહ છે. કોર્ટકચેરીના કાર્યો શક્ય હોય તો ટાળવાં અથવા સાવધાનીપૂર્વક કામ કરવું. મોજમજા, મનોરંજન પાછળ ખર્ચ થાય.

ધન:ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજનો દિવસ સમગ્રતયા લાભદાયક નીવડશે. આપને આર્થિક, સામાજિક અને પારિવારિક ક્ષેત્રે લાભ થશે. મિત્રો સાથે સુંદર મનોહર સ્‍થળે પર્યટને જવાનું થાય. સંતાન અને જીવનસાથી થકી આપને લાભ મળે. વેપારમાં લાભ થાય. ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિ રહે. લગ્‍નોત્‍સુક યુવક યુવતીઓને જીવનસાથી મળે. સ્‍ત્રીમિત્રોથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે.

મકર:ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી દશમ ભાવમાં છે. ઘર- પરિવાર અને સંતાનોની બાબતમાં આજે આપને આનંદ અને સંતોષની લાગણીનો અહેસાસ થશે. સગાં- સંબંધીઓ મિત્રોથી મુલાકાત આપને પુલકિત કરી દેશે. વેપાર ધંધામાં ઉઘરાણી અંગે પ્રવાસ કરવાનું થાય અને એમાં લાભ થાય. વ્‍યવસાય ક્ષેત્રે ધન- મન પ્રતિષ્‍ઠામાં વધારો થશે. ઉચ્‍ચ હોદ્દેદારોની કૃપાદૃષ્ટિ રહે. આપને નોકરીમાં પદોન્‍નતી મળે. વાહન અકસ્‍માતથી સંભાળવું ધન- માન કીર્તિમાં વધારો થાય. ઉપરી અધિકારીઓની મહેરબાની રહે.

કુંભ:ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી નવમ ભાવમાં છે. આજે આપને પ્રતિસ્‍પર્ધીઓ સાથે ચર્ચા કે વાદવિવાદમાં ન પડવાની સલાહ છે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય નરમગરમ રહે. થાક અને આળસ વર્તાય તો આજે કામકાજમાંથી વિરામ લઈને ટૂંકી પિકનિક અથવા મોજશોખને લગતી અન્ય કોઈ પ્રવૃત્તિનું આયોજન કરી શકો છો. તેનાથી માનસિક તાજગી પણ વધશે. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે કામ સિવાયની ચર્ચામાં પડવું નહીં. મોજશોખ કે હરવાફરવા પાછળ ખર્ચ થાય. સંતાનોને લગતા કાર્યોમાં વ્યસ્તતા વધશે. પરદેશથી સમાચાર મળે.

મીન:ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આકસ્મિક ધનલાભનો યોગ છે. વેપારીવર્ગના રોકાયેલા નાણાં છૂટા થશે. આજે આપને શારીરિક અને માનસિક રીતે વધારે પરિશ્રમ કરવો પડે. આરોગ્‍યની બાબતમાં ધ્‍યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. અનૈતિક કામથી દૂર રહેવાની ખાસ સલાહ છે. આધ્‍ય‍ાત્મિક વિચારો અને વલણ આપને ગેરમાર્ગે જતા રોકશે.

ABOUT THE AUTHOR

...view details