ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને મનમાં અનેક બાબતોના કારણે ચિંતા રહેશે - Aajnu Rashifal

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2024, 5:01 AM IST

અમદાવાદ :આજે 13 સપ્ટેમ્બર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ:આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી નવમ ભાવમાં છે. આજના દિવસે આપને થોડાગણા અંશે થાક, કંટાળો અને બેચેની અનુભવાય તેવી સંભાવના છે. આપની તબિયતમાં આજે તાજગી અને સ્‍ફૂર્તિ જાળવવા માટે નિયમિત કસરત, પૂરતો આરામ અને શક્ય હોય તો મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની સલાહ છે. ગુસ્‍સો અંકુશમાં રાખશો એટલા ફાયદામાં રહેશો. આપના આવેશ કે ઉગ્રતાના કારણે આપનું કામ બગડે નહીં તેનું ધ્યાન રાખવું. આજે આપને કોઇ ધા‍ર્મિક કે માંગલિક કાર્યમાં જવાનું થાય. ધાર્મિક પ્રવાસનું આયોજન કરી શકશો.

વૃષભ: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે આપ થોડી શારીરિક અને માનસિક રીતે અસ્‍વસ્‍થતા અનુભવશો. ઉપરાંત, કોઇ નવા કામનો આરંભ કરવામાં પણ માનસિક ગડમથલ રહેવાની શક્યતા છે. આજે ખાવાપીવામાં ખાસ ધ્યાન રાખવું. ઋતુગત સમસ્યાઓ આપને ઘેરવાનો પ્રયાસ કરશે. વધુ પડતો કામનો બોજ લેવાના બદલે કામ અને આરામ વચ્ચે સંતુલન રાખજો. આજે શક્ય હોય તો પ્રવાસ ટાળવો. આપને નિર્ધારિત સમયમાં આપનું કાર્ય પૂરું કરવા માટે પ્રયાસો વધારવા પડશે. યોગ- ધ્યાનથી માનસિક શાંતિ જાળવી શકશો.

મિથુન: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આજના દિવસ દરમિયાન આપ મનોરંજન અને મોજમજામાં જ પ્રવૃત્ત રહેશો. મિત્રો અને પરિવારજનો સાથે આપને ઉત્તમ ભોજન કરવાનો તેમજ સુંદર વસ્‍ત્રો પહેરીને બહાર જવાનો પ્રસંગ ઉપલબ્‍ઘ થાય. વાહનસુખની પ્રાપ્તિ થાય. આજે વિજાતીય આકર્ષણ વધુ રહે અને તેમની સાથે મિલન- મુલાકાત સંભવે. મિત્રો અથવા પ્રયિપાત્ર સાથે આનંદદાયક યાત્રા- પ્રવાસ થાય. પ્રણય પ્રસંગો માટે આજે શુભ દિવસ છે. જાહેર સન્‍માન અને પ્રસિદ્ધ‍િના અધિકારી બનો. દાંપત્‍યજીવનનો ભરપૂર આનંદ ઉઠાવી શકશો.

કર્ક: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. વર્તમાન દિવસ આપને ઘણી ખુશી અને સફળતા આપશે. ઘરમાં કુટુંબના સભ્‍યો સાથે આપનો સમય સુખ શાંતિ સાથે પસાર થાય. આજે તન અને મનથી સ્‍વસ્‍થતા અનુભવશો. જરૂરી કાર્યોમાં ખર્ચ કરો. આર્થિક લાભ માટે દિવસ સારો છે. નોકરિયાતોને ઓફિસમાં સાનુકૂળ વાતાવરણ રહે. નોકરીવર્ગથી લાભ થાય. સ્‍ત્રી મિત્રો સાથેની મુલાકાત સારી રહેશે. પ્રતિસ્‍પર્ધીઓ તેમની ચાલમાં ફાવે નહીં.

સિંહ: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પંચમ ભાવમાં છે. વર્તમાન દિવસમાં આપનું શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે. મનમાં કલ્‍પનાના તરંગો આપને રંગીન દુનિયામાં લઇ જશે. આપને સર્જનાત્‍મક પ્રવૃત્તિ વધારે ખીલે જેના કારણે સાહિત્‍ય કલાક્ષેત્રે નવું સર્જન કરવાની પ્રેરણા થાય. પ્રિયતમા કે પ્રિયતમ સાથે રોમાંચક ક્ષણો અનુભવો. સંતાનો તરફથી શુભ સમાચાર મળે. મિત્રો સાથે આનંદભરી મુલાકાત થાય. સ્‍ત્રી મિત્રોનો સહકાર મળે. આપ ધા‍ર્મિક પરોપકારનું કાર્ય કરો.

કન્યા:આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે આપના માટે સમય અનુકૂળ ન હોવાનું જણાઈ રહ્યું છે. આજે આપ શારીરિક અને માનસિક રીતે સ્‍વસ્‍થતા અનુભવો. મનમાં અનેક બાબતોના કારણે ચિંતા રહેશે. કુટુંબીજનો સાથે અણબનાવ રહે. માતાની ‍તબિયત સાચવવી પડશે. વાહન, મિલકતના દસ્‍તાવેજો સાવધાનીપૂર્વક કરવા. ધનખર્ચ થાય. પાણીથી સાચવવું.

તુલા:આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી તૃતીય ભાવમાં છે. વર્તમાન સમય ભાગ્‍યવૃદ્ધિનો હોવાનું જણાઈ રહ્યું છે. ભાઇબહેનો સાથેના સંબંધોમાં સુમેળતા રહે. કોઇ ધાર્મિક પ્રવાસનું આયોજન થાય. નવા કાર્યની શરૂઆત માટે શુભ દિવસ છે. શારીરિક માનસિક આરોગ્‍ય જળવાશે. વિદેશથી શુભ સમાચાર મળે. પ્રતિસ્‍પર્ધીઓ સામે આપને વિજય મળે. પ્રેમાળ સંબંધોના તાંતણે બંઘાઓ. ઘરમાં આનંદદાયક વાતાવરણ રહે. પ્રેમિકાનો સંગાથ મળે. જાહેર માન- સન્‍માન મળે. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.

વૃશ્ચિક:આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આજે આપનો દિવસ મધ્‍યમ નીવડશે. કારણ વગર ખર્ચ પર અંકુશ રાખવો. વાણી પર સંયમ રાખવાથી કુટુંબમાં કલેશ નિવારી શકશો. પરિવારના સભ્‍યો સાથે ગેરસમજ ટાળવી. અન્યથા મનદુ:ખ થશે. આજે આપને નકારાત્‍મક વિચારો સતાવશે. તેથી તેને નિવારવા. ધાર્મિક કારણસર ખર્ચ થાય. વિદ્યાર્થીઓ માટે સમય બહુ અનુકૂળ નથી.

ધન: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આજના દિવસે આપ તન-મનની સ્‍વસ્‍થતા જાળવી શકશો. આજે આપ નિર્ધારિત કાર્ય કરી શકો. આર્થિક લાભની પ્રાપ્તિ થાય. પ્રવાસની વિશેષ કરીને ધાર્મિક પ્રવાસની શક્યતાઓ છે. પરિવાર કે સગાંસ્‍નેહીમાં ક્યાંક માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું બને. સ્‍વજનોના મિલનથી મન આનંદમાં રહે. દાંપત્‍યજીવનમાં પણ સુખ અને આનંદ મળે. આજે આપનું વલણ ન્‍યાયી રહે. સુરૂચિપૂર્ણ ભોજન મળે. સામાજિક ક્ષેત્રે યશકીર્તિમાં વૃદ્ધિ થાય.

મકર:આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજના દિવસે આપને થોડુંક સાવધાનીપૂર્વક ચાલવાની સલાહ આપવામાં આવે છે. આજે વ્‍યાવસાયિક કાર્યોમાં સરકારી હસ્‍તક્ષેપ વધે. કોર્ટકચેરીના કાર્યમાં સફળતા મળે. આવક કરતાં ખર્ચ વધારે થાય. ધાર્મિક સામાજિક કાર્યોમાં વ્‍યસ્‍તતા વધે અને ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. આરોગ્‍ય અંગે ચિંતિત રહેશો. પુત્ર, સગાં- સંબંધીથી અણબનાવ થાય. વધુ મહેનતે ઓછી સફળતા મળે. માનસિક બેચેનીનો અનુભવ કરો. અકસ્‍માતથી સંભાળવું.

કુંભ:આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી એકાદશ ભાવમાં છે. નવા કાર્યો કે આયોજનોની શરૂઆત કરવા માટે શુભ દિવસ છે. નોકરી કે વેપારમાં લાભ મળવાની શક્યતા છે. મિત્રો, ખાસ કરીને સ્‍ત્રી મિત્રો તરફથી લાભ મળે. આજે નાણાકીય બાબતે ખાસ ચિંતા જેવું નથી. સામાજિક ક્ષેત્રે આપની ખ્‍યાતિ વધે. સંતાનો સાથે સુમેળ રહેશે. પત્‍ની અને પુત્ર તરફથી આનંદના સમાચાર મળે. જીવનસાથીની શોધ કરનારાઓ માટે લગ્‍નના સંજોગો ઉભા થાય. સુંદર સ્‍થળે પર્યટનનું આયોજન કરો.

મીન:આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દશમ ભાવમાં છે. આપનો આજનો દિવસ અત્‍યંત શુભ ફળદાયી નીવડશે. આજે આપના માટે કાર્યસફળતા અને ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટ‍િના કારણે આપ અત્‍યંત પ્રસન્‍ન રહેશો. વેપારીઓને વેપારમાં વૃદ્ધિ અને સફળતા મળે. ઉઘરાણીનાં નાણાં છૂટા થાય. પિતા તેમજ વડીલવર્ગથી લાભ થાય. આવકમાં વધારો થઈ શકે છે. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. આરોગ્‍ય સારું રહેશે. સરકાર તરફથી ફાયદો થાય. માનસન્‍માન અને ઉચ્‍ચ હોદ્દો મળે. સાંસારિક જીવન આનંદમય રહે.

ABOUT THE AUTHOR

...view details