ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોએ માતા સાથે વાણી અને વર્તનમાં વધુ વિનમ્રતા રાખવી - Aajnu Rashifal - AAJNU RASHIFAL

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 10, 2024, 5:00 AM IST

અમદાવાદ :આજે 10 સપ્ટેમ્બર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ:આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે તમે સાંસારિક બાબતો બાજુ પર રાખીને આધ્‍યાત્મિકતા તરફ વળશો. ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ તરફ વિશેષ આકર્ષણ રહે. ઉંડુ ચિંતન મનન આપને અલૌકિક અનુભૂતિ કરાવશે. વાણી પર સંયમ રાખવાથી ઘણી ગેરસમજો ટાળી શકશો. ઓચિંતો ધનલાભ થાય. હિતશત્રુઓથી ચેતીને ચાલવું. નવા કાર્યનો પ્રારંભ ન કરવાની તેમ જ સ્‍ત્રીઓ અને પાણીથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે.

વૃષભ:આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આજે આપને દાંપત્‍યજીવનને વિશેષ માણવાની તક મળે આપ સહકુટુંબ કોઇ સામાજિક મેળાવડામાં ફરવાના સ્‍થળે અથવા તો ટૂંકા પ્રવાસે જઇ આનંદમાં દિવસ પસાર કરશો. સ્‍નેહીજનો અને મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. વિદેશ વસતા સ્‍નેહીજનના સમાચાર મળે. આકસ્મિક ધન લાભ થાય. વેપારીઓને વેપારમાં વૃદ્ધિ થાય. સામાજિક તેમજ જાહેર ક્ષેત્રે યશ પ્રતિષ્‍ઠા મળશે.

મિથુન:આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. કાર્ય સફળતા અને યશકિર્તી મેળવવા માટે આજનો દિવસ શુભ છે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ જળવાય. શારીરિક તથા માનસિક સ્‍વસ્‍થતા રહેશે. આર્થિક લાભની શક્યતાઓ છે. આજે ખર્ચ થાય પરંતુ તે આપને બિનજરૂરી નહીં લાગે. અટકી પડેલા કાર્યોની પૂર્ણતા માટેનો માર્ગ સરળ બને. હરીફો સામે સફળતા મેળવશો. સ્‍વભાવમાં ક્રોધ પર લગામ રાખવી જરૂરી છે.

કર્ક:આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજનો દિવસ શાંત ચિત્તે પસાર કરવાની સલાહ આપવામાં આવે છે. શરીર અને મનની અસ્‍વસ્‍થતા આપને બેચેન કરી શકે છે માટે શાંતિ અને ધૈર્ય રાખવું. આકસ્મિક ધનખર્ચ થાય. પ્રેમીજનો વચ્ચે મુલાકાતમાં અંતર આવી શકે છે. વિજાતીય પાત્ર પરત્‍વેનું આકર્ષણ આપના માટે સંકટ ઉભું કરે. યાત્રા પ્રવાસ અને નવા કાર્યની શરૂઆત ન કરવી હિતમાં રહેશે. પેટ તથા પાચનતંત્રને લગતા પ્રશ્નો સતાવે.

સિંહ:આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. નકારાત્‍મક વિચારોને આજે દિમાગમાંથી કાઢી નાખવા. શારીરિક, માનસિક રીતે સ્‍વસ્‍થતા ઓછી રહે માટે કામનું ભારણ લેવાનું ટાળજો. ઘરમાં સુલેહ જાળવી રાખવા માટે વધુ પ્રયાસો કરવા પડે. માતા સાથે વાણી અને વર્તનમાં વધુ વિનમ્રતા રાખવી. જમીન, મકાન, વાહન વગેરેના દસ્તાવેજો કરવામાં સાવધાની રાખવી. જળાશયથી સાચવવુ. લાગણીશીલતાના પ્રવાહમાં તણાઇ ન જવાની સલાહ આપવામાં આવે છે.

કન્યા:આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજે કોઇપણ અવિચારી પગલું ભરવાથી અટકજો. જો કે કાર્યમાં સફળતા તો તમને મળશે જ. હરીફોને પણ તમે હંફાવી શકશો. ભાઇભાંડુઓ અને પાડોશીઓ સાથેના સંબંધો ખૂબ સારા રહે. આર્થિક લાભ પણ થશે. પ્રિયતમાનો સંગાથ મળશે. જાહેર માન સન્‍માન મળશે. ચિત્તમાં પ્રસન્‍નતા રહેશે.

તુલા:આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આપને જક્કી વલણ છોડીને સમાધાન ભર્યું વલણ રાખવાનું સૂચન છે. આપની અનિયંત્રિત વાણી કોઇને મનદુ:ખ કરાવે તેવી શક્યતા છે માટે વાણી અને વર્તન બંનેમાં વિનમ્રતા અને સ્પષ્ટતા વધુ રાખવાની સલાહ છે. દ્વિધામાં અટવાયેલું મન આપને કોઇ ચોક્કસ નિર્ણય પર નહીં આવવા દે ત્યારે બીજાની મદદ લઈને તમે આગળ વધી શકો છો. અગત્‍યના નિર્ણયો આજે ન લેવાની સલાહ છે. આરોગ્‍યની કાળજી લેવી.

વૃશ્ચિક: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. તન અને મનથી ખુશ તેમજ પ્રફુલ્લિત રહેશો. કુટુંબીજનો અને મિત્રો સાથે ઉત્તમ ભોજન, પ્રવાસ કે મિલન- મુલાકાતના પ્રસંગ બને. જીવનસાથી જોડે ગાઢ આત્‍મીયતાનો અનુભવ થાય. આર્થિક લાભ થાય. શુભ પ્રસંગે બહાર જવાનું થાય. આનંદદાયક સમાચાર પ્રાપ્‍ત થાય.

ધન: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજનો દિવસ આપના માટે થોડો કષ્‍ટદાયક રહેશે. ખાસ કરીને આરોગ્‍ય સાચવવું. કુટુંબના સભ્‍યો સાથે વધુ સમય વિતાવવો અને તેમની જરૂરિયાતો તેમજ લાગણીઓને સમજવાનો વધુ પ્રયાસ કરવો. તેમને જેટલો વધુ આદર આપશો એટલા સંબંધોમાં ઘનિષ્ઠતાનો અહેસાસ કરશો. ક્રોધથી દૂર રહીને દરેક સાથે હળવાશનો મૂડ રાખવો. અકસ્‍માતથી સંભાળવું. કોર્ટકચેરીના પ્રશ્નોમાં સાવધાની રાખવી. વધુ પડતો નાણાં ખર્ચ થતાં હાથ ભીડમાં રહે.

મકર: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં છે. સામાજિક ક્ષેત્રે નોકરી ધંધામાં અને અન્‍ય ક્ષેત્રોમાં આજનો દિવસ લાભદાયી રહેશે. મિત્રો, સગાં સંબંધીઓ સાથે મળવાનું અને બહાર જવાનું થાય. માંગલિક પ્રસંગોમાં હાજરી આપવાનું બને. સ્‍ત્રી મિત્રો તથા પત્‍ની અને પુત્રથી લાભ થશે. લગ્‍નોત્‍સુક યુવક યુવતીઓના લગ્‍નનો પ્રશ્ન નજીવા પ્રયત્‍નોથી ઉકલી જશે. પ્રવાસ પર્યટનનું આયોજન થશે.

કુંભ:આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં છે. આપના દરેક કાર્યો વિના અવરોધે પાર પડશે, જેથી આપ ખુશ રહેશો. નોકરી- વ્‍યવસાયના સ્‍થળે પરિસ્થિતિ સાનુકૂળ રહેશે અને કાર્યમાં સફળતા મળશે. વડીલો અને ઉપરી અધિકારીઓનો કૃપાદૃષ્ટિ રહેવાના કારણે આપ માનસિક રીતે કોઇપણ પ્રકારના બોજથી મુક્ત હશો. ગૃહસ્‍થજીવનમાં આનંદ રહેશે. ધનપ્રાપ્તિ અને બઢતીના યોગ છે.

મીન:આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં છે. નકારાત્‍મક વિચારો મન પર હાવિ ન થઇ જાય તેનો ખ્‍યાલ રાખવાની સલાહ છે. માનસિક અસ્‍વસ્‍થતાથી બચવા માટે આજે મેડિટેશન અને યોગનો સહારો લઈ શકો છો. આરોગ્‍ય અંગે ફરિયાદ હોય તો માત્ર તમારી જીવનશૈલી અને ભોજનની આદતોમાં નજીવા ફેરફાર કરીને સ્વસ્થ થઈ શકશો. નોકરીમાં ઉચ્‍ચ અધિકારીઓ મહત્વના કામકાજ પર ચર્ચા કરવાનું ટાળજો. સંતાનોની બાબતોમાં આપે વધુ ધ્યાન આપવું પડશે. પ્રતિસ્‍પર્ધીઓ તેમની ચાલમાં સફળ ના થાય તે માટે સતર્ક રહેવાની સલાહ છે. મહત્વના નિર્ણય આજે ન લેવાની સલાહ છે.

ABOUT THE AUTHOR

...view details