ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને વર્તન શાંત અને ધૈર્યપૂર્ણ રાખવાની સલાહ છે - Aajnu Rashifal - AAJNU RASHIFAL

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2024, 5:01 AM IST

અમદાવાદ :આજે 07 ઓક્ટોબર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ:ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આજનો દિવસ ખાસ પ્રકારના આધ્યાત્મિક અનુભવનો બની રહેશે. આપને રહસ્ય અને ગૂઢ વિદ્યાઓનું જ્ઞાન મેળવવામાં રસ ઉત્પન્ન થશે. આપ આધ્યાત્મ ક્ષેત્રે પણ સિદ્ધિ મેળવી શકશો. કોઇ નવા કામની શરૂઆત માટે સમય યોગ્ય નથી. પ્રવાસ દરમિયાન અચાનક કોઇ તકલીફ આવી શકે. આપે ક્રોધ અને જીભ પર અંકુશ રાખવો પડશે. આપના વિરોધીઓ આપનું નુકસાન ન કરે તે અંગે સાવચેત રહેજો.

વૃષભ:ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર રહેશે. આપ ગૃહસ્‍થજીવન અને દાંપત્‍યજીવનમાં સુખશાંતિનો અનુભવ કરશો. પરિવારના સભ્યો અને નિકટના દોસ્‍તો સાથે ઉત્તમ ભોજન લેવાનો અવસર મળે. એકાદ નાનકડા પ્રવાસનું આયોજન પણ થવાની શક્યતા છે. તંદુરસ્‍તી સારી રહે. ધનલાભ થાય. દૂર વસતા સ્‍નેહીજનોના સમાચાર આપને ખુશ કરશે. ભાગીદારીમાં લાભ તેમજ જાહેર જીવનમાં આપને માન મોભો મળશે.

મિથુન:ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપના અધુરાં કાર્યો પૂરા થશે, તેમજ કાર્યમાં સફળતા અને યશની પ્રાપ્તિ થશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ આપના મનને પ્રસન્‍ન રાખશે. તંદુરસ્‍તી જળવાશે. આર્થિક લાભ થાય. નોકરીમાં વધારે રહે .જેના પર લગામ રાખવી જરૂરી છે, નહીં તો મન દુ:ખના પ્રસંગો બનવાની શક્યતા છે.

કર્ક:ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર રહેશે. દિવસનો પ્રારંભ ચિંતા અને ઉદ્વેગ સાથે થશે પરંતુ કેટલાક કાર્યો પાર પડવાથી અને આપ્તજનો સાથે સમય વિતાવાવથી તમે થોડી વાર પછી માનસિક શાંતિ અને સંતોષ અનુભવશો. આરોગ્‍યની થોડી કાળજી લેવાની સલાહ છે. નવું કાર્ય શરૂ કરવા માટે હાલમાં ઉતાવળ કરવા જેવી નથી. આકસ્મિક ધનખર્ચની તૈયારી રાકવી. પ્રેમીજનોએ સંબંધોમાં સુલેહ જાળવવા માટે બાંધછોડની નીતિ અપનાવવી પડશે. યાત્રા પ્રવાસ શક્ય હોય ત્યાં સુધી ટાળજો.

સિંહ:ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપના કુટુંબમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. પરિવારજનો સાથે મનદુઃખ થાય અને માતાના સ્વાસ્થ્યની વધુ સંભાળ લેવી. નકારાત્મકતા આપના મનને ઘેરી વળશે અને આપને બેચેની અનુભવાશે. આજે મકાન-મિલ્કત કે વાહનના દસ્તાવેજો કે સહીસિક્કા માટે દિવસ યોગ્ય નથી. નોકરી કરતા લોકોને ચિંતા રહ્યા કરે. સ્ત્રીઓ અને પાણીથી સંભાળવાની સલાહ છે.

કન્યા: ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર રહેશે. આપની તન મનની સ્વસ્થતા સારી રહેશે. આપ લાગણીઓના વહેણમાં તણાઇ જશો. આપ ભાઇબહેન સાથે આનંદનો સમય માણશો. તેમનાથી ફાયદો પણ થઇ શકે. આપના પ્રતિસ્પર્ધીઓ આપની સામે ફાવશે નહીં. આપનું નસીબ બળવાન હોવા છતાં કોઇ કામ વિચાર્યા વગર કરશો તો નુકસાન થઇ શકે છે. આપને ગૂઢ શાસ્ત્રો અને અધ્યાત્મને લગતી બાબતોમાં સફળતા મળશે.

તુલા:ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર રહેશે. આપની માનસિક હાલત આજે થોડી અસમંજસપૂર્ણ હોવાથી આપે કોઇ મહત્વના નિર્ણય ન લેવા જોઇએ. આજે કોઈ નવું કાર્ય શરૂ ન કરવું જોઇએ. કુટુંબીજનો સાથે વિવાદ ટાળવા માંગતા હોવ તો વાણી પર સંયમ રાખજો. આપે જીદ છોડીને થોડું જતું કરવું પડશે. નાણાંકીય ફાયદો થઇ શકે. તબિયત સાચવવી પડશે.

વૃશ્ચિક: ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપ પરિવારજનો સાથે મોજ મસ્તીમાં દિવસ પસાર કરશો. આપના શરીર અને મનમાં આનંદ વ્યાપેલો રહેશે. પ્રિયજનને મળીને આપ આનંદ અનુભવશો. કોઇ સારા સમાચાર મળવાની શક્યતા છે. આપના મિત્રો કે સ્નેહીઓ આપને ભેટ આપશે અને આપ ખુશી મેળવી શકશો. પ્રવાસ સારો રહેશે. લગ્ન જીવન સુખરૂપ બનશે. આપનો દિવસ આનંદથી પસાર થઇ જશે.

ધન: ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજે દિવસ થોડો પીડાદાયક જણાઇ રહ્યો છે. કુટુંબીજનો સાથે મતભેદ ટાળવાની સલાહ છે. આપનું વર્તન શાંત અને ધૈર્યપૂર્ણ રાખવાની આપને સલાહ છે. કોઇની સાથે ઉગ્ર દલીલની નોબત ના આવે તેવી રીતે રહેવું. સ્વાસ્થ્યની કાળજી લેવાની જરૂર છે. આપે બોલવામાં અને વર્તનમાં અંકુશ રાખશો પડશે. અકસ્માતે ઈજા થાય તેવી કોઈપણ સ્થિતિથી બચવું. ખર્ચને પહોંચી વળવા માટે અગાઉથી તૈયારી રાખવી. કોર્ટ કચેરીના કામકાજમાં સાવધ રહેવું પડશે.

મકર:ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આપના ઘરમાં કોઇ શુભ પ્રસંગની ઉજવણી થવાની શક્યતા છે. કોઇપણ વસ્તુ ખરીદવી હોય તો આજનો દિવસ અનુકૂળ છે. આજે શેર સટ્ટા લાભ થવાની પણ શક્યતા છે. આપ મિત્રો અને સ્નેહીઓને મળીને આનંદ અનુભવશો. સમાજ, નોકરી, વ્યવસાયમાં લાભ, માન-પાન મળે. પત્ની અને સંતાન આપને સહકાર આપશે. લગ્નવાંછુઓ તેમની પસંદગીનું પાત્ર મેળવી શકશે.

કુંભ: ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપના ઉચ્ચ અધિકારીઓ અને વડીલો આપના પર ખુશ રહેશે. દરેક કામમાં સફળતા મળશે. નોકરી-વ્યવસાયમાં આપની સ્થિતિ સારી રહેશે. આપનું મન હળવું થશે. આપનું સ્વાસ્થ્ય તેમ જ માન-પાન સારાં રહેશે. લગ્નજીવન આનંદમય રહેશે.

મીન: ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપને શારીરિક અને માનસિક બેચેની વર્તાય તેવી શક્યતા હોવાથી ખુશમિજાજ રહેવાનો પ્રયાસ કરવો. સંતાનો પર વધુ ધ્યાન આપવાની સલાહ છે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદ થાય તેવી કોઈપણ સ્થિતિ કે વર્તનથી દૂર રહેવું. આપના વિરોધીઓ આપના સામે માથુ ઉંચકવાનો પ્રયાસ કરશે માટે સતર્ક રહેવું. વૈચારિક નકારાત્મકતા છોડવાની સલાહ છે. સરકારી પ્રશ્નોનું શાંતિથી કોઈ નિરાકરણ લાવવાનો આગ્રહ રાખવો.

ABOUT THE AUTHOR

...view details