ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે આ રાશિના વિદ્યાર્થીઓ માટે મહેનતપૂર્ણ સમય છે

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : 21 hours ago

અમદાવાદ :આજે 04 ડિસેમ્બર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી નવમ ભાવમાં છે. જો આપ શાંત સ્વભાવ નહીં રાખો તો તેના કારણે કોઇની સાથે મનદુઃખ થવાની શક્યતા છે માટે વાણી મૃદુ રાખવી અને સ્વભાવમાં બીજા માટે આદરભાવ રાખવો. આપ શારીરિક થાક અનુભવો તો કામનું ભારણ લેવાના બદલે વિરામ લઈ લેવો. આર્થિક બાબતે અતિ લાલચ ટાળવી. કોઈ ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં હાજરી આપી શકશો. આપ કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. નોકરીમાં તેમ જ કુટુંબમાં લોકો સાથે સૌહાર્દપૂર્ણ માહોલ બનાવવાનો પ્રયાસ કરવો.

વૃષભ:ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આપની તબિયત ખરાબ હોવાને કારણે કામમાં મન ઓછુ લાગશે. સફળતા માટે પ્રયાસો વધારવા પડશે. મનમાંથી નિરાશાના વાદળો દૂર કરવાની સલાહ છે. કામનો બોજ તમારા ગજા બહારનો ના રહે તેનું ધ્યાન રાખવું. માનસિક તાણ લેવાના બદલે મનોરંજનની પ્રવૃત્તિઓમાં પણ રસ લેવાની સલાહ છે. પ્રવાસ શક્ય હોય તો ટાળવો. નવું કામ શરૂ કરવામાં અતિ ઉતાવળ રાખવી નહીં. ખાવા-પીવામાં સાચવવું પડે. માનસિક શાંતિ મેળવવા આપ યોગ અને ધ્યાનનો આશરો લઈ શકો.

મિથુન:ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. સ્ફૂર્તિ અને ઉત્સાહથી આપના આજના દિવસનો પ્રારંભ થશે. મિત્રો તેમ જ પરિવારજનો સાથે બહાર ફરવાનું તથા પાર્ટીનું આયોજન થાય. મનોરંજન માણી શકશો. આજે આપને સારા વસ્ત્રો, સારું ભોજન અને વાહન સુખ મળી શકશે. લગ્નજીવનમાં સંબંધો વધુ ગાઢ બનશે. આપ વિજાતીય પાત્રો તરફ વધુ આકર્ષાશો.

કર્ક: ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજે આપને સફળતા અને આનંદની પ્રાપ્તિ થશે. ઘરનું વાતાવરણ સુખશાંતિવાળું હશે. નોકરીમાં ફાયદો થઇ શકે. આપના વિરોધીઓના હાથ હેઠા પડશે.આપના કામની કદર થશે. સ્ત્રી મિત્રો સાથે આનંદની પળો માણી શકશો. આપને સાથે કામ કરતા તેમ જ આપના હાથ નીચે કામ કરતા લોકોની સહાય મળી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહ: ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આપને સાહિત્યમાં કંઇક નવીન સર્જન કરવાની પ્રેરણા મળશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ હોવાથી તેઓ અભ્યાસમાં સફળતા મેળવી શકશે. પ્રેમમાં સફળતા મળે. પ્રિયજનને મળીને આપને ખુશી અનુભવાશે. સ્ત્રી મિત્રોની મદદ મેળવી શકશો. આપની તંદુરસ્તી સારી રહેશે. આપ ધર્મ અને લોકહિતના કાર્યો કરશો.

કન્યા: ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજના દિવસમાં કોઇપણ કાર્યમાં વધુ સાવચેતી રાખવાની અને દરેક પાસાનો વિચાર કર્યા પછી જ આગળ વધવાની સલાહ આપવામાં આવે છે. આપનું સ્વાસ્થ્ય નરમગરમ રહે અને સાથે સાથે મનમાં ચિંતા અનુભવાય તેથી શક્ય હોય તો કામમાંથી વિરામ લઈને પરિવારના સભ્યો સાથે તેમજ પ્રિયપાત્ર સાથે વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરવો. સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા પાછળ આંધળી દોટ મુકવાનું ટાળજો. આપે મિલકત, વાહનના દસ્તાવેજો પર સહી કરતા પહેલાં બરાબર વિચારવાની જરૂર છે.

તુલા: ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજે માંગલિક પ્રસંગો તેમ જ પ્રવાસની યોજના બની શકે. સહોદરો સાથે પારિવારિક પ્રશ્નોની ચર્ચા થઇ શકે. સામાજિક કામ અર્થે મુસાફરી થઇ શકે. વિદેશમાં વસતા સ્વજનો તરફથી આનંદના સમાચાર મેળવી શકશો. આજે નવા કામનો આરંભ શરૂ કરી શકશો. આર્થિક લાભ થવાની શક્યતા છે. મૂડી રોકાણ માટે દિવસ સારો છે. એકંદરે સ્વાસ્થ્ય સારું રહેશે. આપ વધુ ભાગ્યશાળી બની શકશો.

વૃશ્ચિક:ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. કુટુંબમાં સંઘર્ષ કે મનદુઃખ ન થાય તેનું ધ્યાન રાખવું પડે. આપે નકારાત્મકતાને દૂર રાખવી જોઇએ. વિદ્યાર્થીઓ માટે મહેનતપૂર્ણ સમય છે. ખોટો ખર્ચ ન થાય તે અંગે સાવચેત રહેવું જોઇએ. શરીર મનમાં થોડી બેચેની રહ્યા કરશે જેથી કોઈ નિર્ણય લેવાનો હોય તો બીજાની સલાહ લેવી.

ધન:ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. લગ્‍નયોગ અને સંતાનોના સુખ અને આરોગ્‍યની વૃદ્ધિ તેમજ અભ્‍યાસમાં સફળતા માટે શ્રેષ્‍ઠ સમય છે. વિદેશ વેપારથી લાભ થાય. આપના હાથે ધાર્મિક, માંગલિક, કાર્યો થાય. સ્‍નેહીજનો અને મિત્રોનું મિલન આનંદિત કરશે. આર્થિક લાભ થાય. જીવનસાથી તરફથી સુખ અને આનંદ મળે. સમાજમાં મન પ્રતિષ્‍ઠા વધે. સુરૂચિપૂર્ણ ભોજન મળે. આરોગ્‍ય જળવાય.

મકર: ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આરોગ્‍ય સંબંધી ફરિયાદ રહે માટે સ્વાસ્થ્યની કાળજી લેવી. મનમાં ઉચાટ દૂર કરવા માટે આપ્તજનો સાથે હળવાશની પળો માણવાની સલાહ છે. વ્‍યવસાયમાં સરકારી બાબતોની અડચણ ટાળવા માટે કાયદાકીય બાબતોમાં ક્યાંય કચાશ છોડવી નહીં. ધાર્મિક, સામાજિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. આધ્‍યાત્મિક અને ધાર્મિક વલણમાં વધારો થાય. શત્રુઓથી સાવધાન રહેવાની સલાહ છે. આંખોમાં બળતરા થઈ શકે છે. સ્‍ત્રી તેમજ સંતાનોની બાબતોમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે. આકસ્મિક ઈજાથી બચવા માટે બિનજરૂરી ઉતાવળ ટાળવી.

કુંભ: ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. માંગલિક કાર્યો અને નવા કાર્યોનું આયોજન કરવા માટે અત્‍યંત શુભ દિવસ છે. અવિવાહિતોના લગ્‍ન ગોઠવાય. પત્‍ની અને સંતાનોના શુભ સમાચાર મળે. ગૃહસ્‍થજીવન અને દાંપત્‍યજીવનમાં સુખ સંતોષની લાગણી અનુભવાય. મિત્રવર્તુળ, વડીલવર્ગ તરફથી તેમજ નોકરી ધંધામાં બહુવિધ લાભની પ્રાપ્‍િત થાય. આવકના સાધનોમાં વૃદ્ધિ થશે.

મીન:ચંદ્ર આજે ધન રાશિમાં છે. તે આપની રાશિથી દશમ ભાવમાં છે. આપનું દરેક કાર્ય સરળતાપૂર્વક સફળ થશે. નોકરીમાં અને વ્‍યવસાયમાં બઢતી અને વૃદ્ધિ થાય. વેપારીઓના અટવાયેલા નાણાં છૂટા થશે. પિતા તેમજ વડીલવર્ગથી લાભ થાય. આર્થિક લાભ અને પરિવારમાં આનંદ છવાય. સરકાર તરફથી લાભ, જાહેર માન સન્‍માનમાં વૃદ્ધિ અને ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિથી ધન્‍યતા અનુભવશો.

ABOUT THE AUTHOR

...view details