નારાયણપુરઃ નારાયણપુરના માડ જંગલોમાં સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે ફરી એકવાર અથડામણ સર્જાઈ છે. આ એન્કાઉન્ટર હજુ પણ ચાલી રહ્યું છે. બપોરે 1 વાગ્યાથી પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. બંને બાજુએથી ગોળીબાર થયો હતો. આ અંગે બસ્તરના આઈજી સુંદરરાજ પીએ કહ્યું હતું કે અમારા જવાનો સતત નક્સલીઓના ગોળીબારનો જવાબ આપી રહ્યા છે.
નારાયણપુર કોંડાગાંવ સરહદે એન્કાઉન્ટરઃ આ એન્કાઉન્ટર નારાયણપુર કોંડાગાંવ બોર્ડર પર અબુઝમાડના જંગલોમાં ચાલી રહ્યું છે. જેમાં બે જિલ્લાની સુરક્ષા દળોની ટીમ જોડાઈ છે. નારાયણપુર અને કોંડાગાંવની ડીઆરજી ટીમ અને બીએસએફની ટીમ આ નક્સલીઓ સામેના અભિયાનમાં સામેલ છે. સુરક્ષા દળોની એક ટીમ 3 નવેમ્બરે આ વિસ્તાર માટે રવાના થઈ હતી. ત્યાર બાદ ફોર્સ સમગ્ર વિસ્તારમાં નક્સલી ઓપરેશન ચલાવી રહી હતી, ત્યારે આજે બુધવારે સુરક્ષા દળોનો નક્સલવાદીઓ સાથે સામનો થયો હતો.
છૂટક-છૂટક ગોળીબાર: બસ્તરના આઈજી સુંદરરાજ પીએ મીડિયાને જણાવ્યું કે, ફોર્સ અને નક્સલવાદીઓ વચ્ચે હજુ પણ ગોળીબાર ચાલુ છે. બપોરે 1 વાગ્યાથી એન્કાઉન્ટર શરૂ થયું છે. મંગળવારથી આ વિસ્તારમાં ફોર્સનું નક્સલી ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસ અને ફોર્સના જવાનો આ વિસ્તારમાં સતર્કતાથી સામનો કરી રહ્યાં છે.