હૈદરાબાદ:આંતરરાષ્ટ્રીય આબોહવા દેખરેખ એજન્સીઓ 2024ના અડધા વર્ષમાં હકારાત્મક રીતે "હિંદ મહાસાગર ડીપોલ" (IOD)પાછા આવવાની સંભાવના દર્શાવી છે. આ સકારાત્મક IOD તબક્કામાં, પશ્ચિમ હિંદ મહાસાગર પૂર્વીય ભાગ કરતાં વધુ ગરમ રહેવાની ધારણા કરવામાં આવી છે. હિંદ મહાસાગર ડીપોલ (IOD),વારંવાર થતી એક પદ્ધતિ છે, જે પશ્ચિમ અને પૂર્વીય હિંદ મહાસાગરમાં દરિયાની સપાટીના તાપમાનને સતત બદલવામાં કારણરૂપ છે. પરંતુ આ સકારાત્મક તબક્કા દરમિયાન, પશ્ચિમ હિંદ મહાસાગર પૂર્વીય હિંદ મહાસાગર કરતાં વધુ ગરમ બને છે. અને જ્યારે આ પદ્ધતિ ઊંધી થાય ત્યારે તેને નકારાત્મક તબક્કો કહેવામાં આવે છે. 1999 માં પ્રકાશિત થયેલ અહેવાલમાં હિંદ મહાસાગરના આ અલગ વર્તનની બાબત પ્રથમ વાર નોંધવામાં આવી હતી. આ પ્રકાશનનું સંપૂર્ણ રિસર્ચ ભારતીય રિસર્ચર એન એચ સાજીઅને તેમના ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઘટના ENSO અથવા અલ નીનો-સધર્ન ઓસિલેશન જેવી જ છે. આ ઘટના ENSO અથવા અલ નીનો-સધર્ન ઓસિલેશન સાથે સરખાવી શકાય છે, જે મધ્ય અને પૂર્વીય ઉષ્ણકટિબંધીય પેસિફિક મહાસાગરને અસર કરતી એક રિકરિંગ ક્લાઇમેટ પેટર્ન છે. જેમ આપણે IOD તબક્કાઓ દરમિયાન હિંદ મહાસાગરના કિસ્સામાં જોઈએ છીએ, ENSO દર બે થી સાત વર્ષે સમુદ્રની સપાટીના તાપમાન અને હવાના દબાણમાં વૈકલ્પિક ફેરફારો દ્વારા વર્ગીકૃત થયેલ છે. આ ફેરફારો વૈશ્વિક અસરો ધરાવે છે કારણ કે, તે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વરસાદ અને પવનની પેટર્નને તે બદલી કરે છે.
શું છે આ IOD (હિંદ મહાસાગર ડીપોલ): IODની ઉત્પત્તિ સમજાવવા માટે ઘણા સિદ્ધાંતો પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. જ્યારે કેટલાક સંશોધકો માને છે કે હિંદ મહાસાગર સુધી મર્યાદિત હવા-સમુદ્રની ક્રિયાપ્રતિક્રિયાઓનું પ્રાથમિક કારણ છે, જ્યારે અન્ય લોકો એવો પણ દાવો કરે છે કે નિયંત્રક પરિબળો પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં ENSO ઓસિલેશન સાથે સંકળાયેલા છે. IODએ એક સ્વતંત્ર ઘટના છે કે, તે માત્ર ENSOની પેટા ઘટના છે. તે પ્રશ્નનો વ્યવસ્થિત રીતે જવાબ આપવામાં આવ્યો નથી. બંને સ્થિતિઓ અલગ અલગ સમય-પરિવર્તન સાથે IOD ઇવેન્ટ્સને પ્રભાવિત કરે છે, પરંતુ સમાન અવકાશી પેટર્ન ધરાવે છે. બંને પરિસ્થિતિમાં, IODs હવા-સમુદ્ર ક્રિયાપ્રતિક્રિયાઓમાંથી ઉદ્ભવે છે જ્યારે ENSO મોડ એ ઉષ્ણકટિબંધીય પેસિફિક મહાસાગરના અવકાશી સ્કેલ પર થાય છે અને અન્ય મોડ દક્ષિણ હિંદ મહાસાગરમાં માસ્કરેન ટાપુઓ નજીકના ઉચ્ચ દબાણવાળા વિસ્તાર સાથે સંકળાયેલ હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો, IOD ઘટનાઓ ઉષ્ણકટિબંધીય હિંદ મહાસાગર પર પવનના અસાધારણ દબાવને કારણે થાય છે, જેના પરિણામે ઊભી પરિવહન પરિસ્થિતિ સર્જાય છે, જેના કારણે દરિયાનું પાણી વધે છે અને એકસાથે એકત્રિત થાય છે. જ્યારે વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર વિષમ પૂર્વીય પવન ફૂંકાય છે, ત્યારે ઉષ્ણકટિબંધીય પૂર્વીય હિંદ મહાસાગરમાં ઠંડુ પાણી એકઠું થાય છે, જ્યારે પશ્ચિમ હિંદ મહાસાગરમાં ગરમ પાણી એકઠું થાય છે.
માનવ નિર્મિત પરિસ્થિતિઓને પણ ધ્યાનમાં લેવું: સકારાત્મક હિંદ મહાસાગર ડીપોલ સામાન્ય રીતે મજબૂત દક્ષિણ અને પશ્ચિમ ચોમાસા સાથે સંકળાયેલ હોય છે કારણ કે હવા ગરમ પાણી પર તરણશીલ બને છે, જે બાષ્પીભવન અને પાણીથી ભરેલા વાદળોની રચના કરે છે. સકારાત્મક IOD પૂર્વ એશિયા અને ઑસ્ટ્રેલિયામાં શુષ્ક પરિસ્થિતિઓથી અલગ પૂર્વ આફ્રિકા અને પશ્ચિમ ભારતમાં તીવ્ર વરસાદ લાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. સકારાત્મક IODની રચના સાથે, કુદરતી રીતે બનતું હવામાન અને આબોહવા ચક્રની સાથે સાથે માનવ નિર્મિત ગ્લોબલ વોર્મિંગના પરિબળોને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે.
આવર્તન સદી દરમિયાન દર 17.3 વર્ષે એકથી વધીને દર 6.3 વર્ષે એક-એક થી વધશે: ગ્લોબલ વોર્મિંગને કારણે, હકારાત્મક IOD ઘટનાઓની વધી શકે તેવી સંભાવના છે. ઑસ્ટ્રેલિયા, ભારત, ચીન અને જાપાનના વૈજ્ઞાનિકો દ્વારા લખવામાં આવેલ નેચરમાં પ્રકાશિત 2014ના અભ્યાસમાં 1961, 1994 અને 1997 જેવા આત્યંતિક હિંદ મહાસાગરના ડિપોલ એટલે કે દ્રુવો પર CO2ની અસરોનું મોડેલિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં વધારો થયો હોવાનું માનીને, તેમના મોડેલે એવી આગાહી કરી હતી કે, આત્યંતિક હકારાત્મક દ્વિધ્રુવી ઘટનાઓની આવર્તન દર 17.3 વર્ષે એકથી વધીને દર 6.3 વર્ષે એક વધશે, જે એક સદીમાં જોવા મળશે.
વૈજ્ઞાનિકોએ ચિંતાજનક દૃશ્ય રજૂ કર્યા: તાજેતરમાં પ્રકાશિત થયેલા એક લેખમાં ('ફ્યુચર પ્રોજેક્શન્સ ફોર ધ ટ્રૉપિકલ ઈન્ડિયન ઓશન' શીર્ષક એલ્સેવિયર દ્વારા પ્રકાશિત સંગ્રહમાં), ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રૉપિકલ મીટિઅરોલોજીના વૈજ્ઞાનિક રોક્સી મેથ્યુ કોલની આગેવાની હેઠળના વૈજ્ઞાનિકોએ ચિંતાજનક દૃશ્ય રજૂ કર્યું છે કે, હિંદ મહાસાગરમાં ગરમી વધી શકે છે. જે સમય જતાં 1.7 થી વધીને 3.8 ડિગ્રી સેલ્સિયસ થશે. આમ, 21મી સદીના અંત સુધીમાં સરેરાશ દરિયાઈ સપાટીનું તાપમાન (SST) 28 ડિગ્રી સેલ્સિયસને વટાવી જવાની શક્યતા છે. વૈજ્ઞાનિકો ચેતવણી આપે છે કે આનાથી ભૌગોલિક રીતે અલગ-અલગ અસરો સાથે સમગ્ર પ્રદેશમાં સંભવિત અસમાન રીતે વારંવાર અને સમયાંતરે તીવ્ર વરસાદ, દુષ્કાળ, ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓ બની શકે છે. જેથી આ ફેરફારો દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને અસર કરશે, જે ભારતના વાર્ષિક વરસાદના 70 ટકાનું ઉત્પાદન કરે છે. આ જ અભ્યાસમાં, એવી આગાહી પણ કરવામાં આવી છે કે, આ સદીના અંત સુધીમાં સપાટીનું pH પણ ઘટીને 7.7 થી નીચે આવી જશે, જે અગાઉ 8.1 ઉપર pH નોંધાયેલ હતું. આ બનાવો જો શક્ય થયા તો અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ અને માલદીવ અને બંગાળની ખાડીમાં આંદામાન-નિકોબાર અને સુમાત્રાની આસપાસ મોટા પ્રમાણમાં જોવા મળતા પરવાળાના ખડકો માટે એસિડીકરણ એક મોટો ખતરો બની રહેશે.