રાજકોટ: જિલ્લામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગર પાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ પતંગ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. જેમાં વિશ્વભરનાં પતંગબાજોએ રંગબેરંગી પતંગો ઉડાવી હતી.
વિદેશી મહેમાનો એ પણ માણી પતંગની મોજ: અહીં જાણવા જેવી બાબત એ છે કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જર્મની, ઈરાક, મલેશિયા, ઈઝરાઈલ, ઇટાલી, જોર્ડન, કોરિયા, લેબનોન, નેપાળ, નેધરલેંડ, યુ.કે., જોર્જિયા, ઇસ્ટોનિયા સહિતના દેશોના પતંગવીરો જોડાયા હતા. જ્યારે ભારત દેશના બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ સહિતના અન્ય રાજ્યોના પતંગવીરોએ પણ આઅ મહોત્સવમાં ભાગ લીધો હતો.
આ મહોત્સવમાં સાંસદ પરસોતમ રૂપાલા, રાજકોટ કોર્પોરેશનનાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
રાજકોટમાં કરવામાં આવ્યું આયોજન: ઉજવણીમાં ઉપસ્થિત રહેનાર સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, 'દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાત સરકાર દ્વારા વિવિધ શહેરોમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે રાજકોટમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. આ પતંગ મહોત્સવમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશના પતંગવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો છે.' જાણવા જેવી બાબત એ છે કે, મહોત્સવનાં પ્રારંભે વિદેશી લોકો પણ ગરબે ઘૂમ્યા હતા. આમ, આજ રોજ સાંજે 5 સુધી ચાલનારા આ મહોત્સવમાં અવનવી પતંગો ઊડતી જોવા મળશે.
![રાજકોટમાં 14 દેશના પતંગ રસિયાઓએ રંગબેરંગી પતંગો ઉડાવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-01-2025/gj-rjt-01-patang-mahotsav-gj0132_12012025130122_1201f_1736667082_241.jpg)
આ દરમિયાન રાજકોટ અમરેલીની ઘટનાને લઈ પરસોતમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું હતું કે, પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં ઉતાવળ કરવામાં આવી છે. SP દ્વારા કમિટી નીમવામાં આવી છે. તંત્ર યોગ્ય કાર્યવાહી કરશે તેવી મને આશા છે. કોંગ્રેસ આ ઘટનાને અલગ દિશામાં લઇ જઇ રહી છે. હાલ નનામી લેટર વાઇરલ કરવાનો રોગ ફેલાયેલો છે મારું કોઈ જૂથ નથી."
આ પણ વાંચો: