બેંગલુરુ: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ રવિવારે જણાવ્યું હતું કે, સ્પેસ ડોકિંગ પ્રયોગ કરવા માટે લોન્ચ કરાયેલા 2 ઉપગ્રહોને પરીક્ષણ તરીકે 3 મીટરના અંતરે લાવવામાં આવ્યા હતા અને પછી સુરક્ષિત રીતે પાછા લઈ જવામાં આવ્યા હતા.
સ્પેસ એજન્સીનું કહેવું છે કે, 'ડોકિંગ' પ્રક્રિયા ડેટાના વિસ્તૃત વિશ્લેષણ પછી પૂરી કરવામાં આવશે. ઈસરોએ X પર એક પોસ્ટમાં કહ્યું કે, પહેલા 15 મીટર અને ફરી 3 મીટર સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સ્પે સશીપને સુરક્ષિત અંતર પર પાછું લાવવામાં આવી રહ્યું છે.
'સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ' (SPADEX) પ્રોજેક્ટ પહેલાથી જ 7 અને 9 જાન્યુઆરીએ 'ડોકિંગ' પ્રયોગો માટે 2 સમયમર્યાદાને ચૂકી ગયો છે. ઈસરોએ 30 ડિસેમ્બરે સ્પેસડેક્સ મિશનને સફળતાપૂર્વક અવકાશમાં મોકલ્યું હતું. શ્રીહરીકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી PSLV C60 રોકેટ દ્વારા 2 ઉપગ્રહો, સ્પેસક્રાફ્ટ A (SDX01) અને સ્પેસક્રાફ્ટ B (SDX02)ને લોન્ચ કરવામાં આવ્યા હતા.
SpaDeX Docking Update:
— ISRO (@isro) January 12, 2025
A trial attempt to reach up to 15 m and further to 3 m is done.
Moving back spacecrafts to safe distance
The docking process will be done after analysing data further.
Stay tuned for updates.#SpaDeX #ISRO
લગભગ 15 મિનિટ પછી, 220-220 કિગ્રા વજનના આ નાના અવકાશયાન યોજના મુજબ 476 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં પ્રવેશ્યા હતા. ISROના જણાવ્યા અનુસાર, Spadex પ્રોજેક્ટ નાના અવકાશયાનનો ઉપયોગ કરીને અવકાશમાં 'ડોકિંગ'ની પ્રક્રિયા માટે આર્થિક તકનીકી મિશન છે.
સ્પેસડેક્સમાં સફળતા મેળવ્યા પછી ભારત તે જટિલ ટેક્નોલોજીમાં નિપુણતા પ્રાપ્ત કરનાર ચોથો દેશ બની જશે. જે તેના ભાવિ મિશન, જેમ કે, ભારતીય સ્પેસ સ્ટેશન અને ચંદ્ર પર અવકાશયાત્રીઓનું ઉતરાણ માટે મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: