તાપી: જિલ્લાના વડું મથક વ્યારા ખાતે 76 માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાપી જિલ્લા 61 જેટલા વિકાસલક્ષી કામો માટે રૂપિયા 240 કરોડના કામોનું ઈ-લોકાર્પણ અને ખાત મુહૂર્ત કર્યું હતું. રાજ્યકક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી તાપી જિલ્લા ખાતે થવાની છે. જેની પૂર્વ સંધ્યાએ તાપી જિલ્લાના વ્યારા નગર ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના વિવિધ આમંત્રિત મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ડોર ટુ ડોર કચરા માટે 50 ઈ-રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે CM દ્વારા ગુજરાત પોલીસ એક્સ્પોને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
50 જેટલી ઈ રિક્ષાને લીલી ઝંડી: 76માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી તાપી જિલ્લા ખાતે કરવામાં આવ્યો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. જેને લઇને પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મહામહિમ આચાર્ય દેવ વ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપી જિલ્લાના મહેમાન બન્યા. જ્યાં મુખ્યમંત્રી દ્વારા વ્યારાના સર્કિટ હાઉસ પાસેથી 50 જેટલી ઈ રિક્ષાને લીલી ઝંડી આપવામાં આવી છે. જે ગ્રામીણ વિસ્તારમાં ધન કચરાના નિકાલ માટે આ ઈ રીક્ષા ગ્રામીણ વિસ્તારોમાં કચરો ઉઘરાવશે.
124.48 કરોડના 20 કામોનું ઈ લોકાર્પણ: તાપીમાં સાંજે દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી દ્વારા તાપી જિલ્લાને 240 કરોડના લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરી 61 જેટલા વિકાસના કામોની ભેટ આપવામાં આવી હતી. જેમાં 124.48 કરોડના 20 કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને 115.67 કરોડના 41 કામોનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે તાપી જિલ્લાના વિકાસ માટે જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને કુલ 5 કરોડના ચેક આપવામાં આવ્યા હતા, સાથે તાપી જિલ્લાના વિવિધ ક્ષેત્રે સંકળાયેલ લોકો તેમજ વિવિધ રમત ક્ષેત્રે તાપી જિલ્લાનું નામ રોશન કરેલા ખેલાડીઓનું રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં વ્યારાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાંસ્કૃતિક કાર્યક્રમને માણ્યો હતો.
2.5 કરોડ જિલ્લા કલેક્ટરને અપાશે: સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ સભા સંબોધતા જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરના બંધારણને કારણે આપણે ભારતીય નાગરિક બન્યા. આદિજાતિના ભગવાન બિરસામુંડા પોતાની આદિવાસી સેના બનાવીને અંગ્રેજો સામે લડ્યા હતા. બિર સા મુંડા કોટી કોટી વંદન કરું છું. વધુમાં તેમણે નિઝરના બન્દ્રીનાથ દાદાને યાદ કર્યા અને વેડછીના જુગત રામને યાદ કર્યા હતા અને સમગ્ર આદિજાતિ વિસ્તારને મેં અને મારી ટીમ એ મક્કમતાથી આગળ વધાર્યો છે. જિલ્લાના વિકાસના કામો માટે 2.5 કરોડ જિલ્લા કલેકટર અને 2.5 કરોડ જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવશે.
“તાપી...પ્રકૃતિ, સંસ્કૃતિ અને શક્તિનો સંગમ” નું વિમોચન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત @2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવા 76મા પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યાએ સૌને એક બનીને 'રાષ્ટ્રહિત પ્રથમ'ના ભાવ સાથે કર્તવ્યરત રહેવા આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે તાપી જિલ્લાની પરિચય પુસ્તિકા “તાપી...પ્રકૃતિ, સંસ્કૃતિ અને શક્તિનો સંગમ” નું વિમોચન કરાયું હતું. આ પુસ્તિકામાં તાપી જિલ્લાને કુદરતે આપેલા અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્ય, પ્રકૃતિપ્રેમી આદિવાસી સમુદાયનો સાંસ્કૃતિક વારસો, જિલ્લાનો સૂવર્ણ ઇતિહાસ, જિલ્લાના 7 રત્નો સમાન 7 તાલુકાઓની માહિતીસભર જાણકારી તેમજ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિનો શ્રેષ્ઠ પરિચયનો સમાવેશ થયો છે.
ત્રિ-દિવસિય પોલીસ એક્સ્પોની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત: 76માં રાજયકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્વે તાપી જિલ્લા પોલીસ દ્વારા સૌમ્ય, શૌર્ય, ધીરજ અને તકનીકી કુશળતાને પ્રદર્શિત કરતા પોલીસ એક્સપોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ શસ્ત્ર પ્રદર્શનમાં ઉપસ્થિત સુરક્ષા દળો દ્વારા વપરાતા અત્યાધુનિક શસ્ત્રોને રસપૂર્વક નિહાળ્યા હતા. વ્યારા પોલીસ હેડકવાર્ટર ખાતે તા 27 મી જાન્યુઆરી સુધી ચાલનારા ત્રિ-દિવસિય પોલીસ એક્સ્પો સમાજના પ્રત્યેક નાગરિકને જવાનોની કર્તવ્યનિષ્ઠા અને દેશ પ્રત્યેના સમર્પણની ભાવનાને ઉજાગર કરતી કામગીરી નિહાળી શકશે. તાપી જિલ્લાના નાગરિકો એકસ્પોને સવારના 10.00 થી સાંજના 6.00 વાગ્યા સુધી નિહાળવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સાંસદ ધારાસભ્યો રહ્યા ઉપસ્થિત: આ પ્રસંગે સાંસદ પ્રભુ વસાવા, જિ.પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, ધારાસભ્ય મોહન કોંકણી, મોહન ઢોડિયા, ડો.જયરામ ગામીત, નગરપાલિકા પ્રમુખ રિતેષ ઉપાધ્યાય, મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, તાપી જિલ્લા તાપી જિલ્લા પ્રભારી સચિવ મિલિંદ તોરવણે, પ્રિન્સિપલ ચીફ સેક્રેટરી (સામાન્ય વહીવટ વિભાગ) કમલ દયાની, માર્ગ અને મકાન વિભાગના સચિવ એ.કે. શર્મા, રાજભવનના અગ્ર સચિવ અશોક શર્મા, જિલ્લા કલેક્ટર ડો.વિપીન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ, રેન્જ આઈ.જી. પ્રેમવીર સિંઘ, જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ, પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, નાગરિકો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: