મથુરા:અયોધ્યામાં વિવાદિત બાબરી મસ્જિદના ઢાંચાના વિધ્વંસની વરસીને લીધે આજે મથુરામાં પણ જિલ્લા તંત્રએ હાઇ એલર્ટની જાહેરાત કરી છે. આ સિવાય શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદની આસપાસ ડ્રોન કેમેરા દ્વારા કડક ચોકી-પહેરો ગોઠવ્યો છે. મંદિરના તમામ દરવાજાઓમાંથી થતી આવન-જાવન કરનાર આ તમામ વ્યક્તિનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગુરુવારે મોડી રાત્રે જિલ્લા તંત્રએ મંદિરોની આસપાસની હોટલો, ઢાબા અને ધર્મશાળાઓમાં પણ ચેકિંગ કર્યું હતું.
પોલીસ બળોની સાથે CISF જવાન તહેનાત: બાબરી મસ્જિદના વિવાદિત ઢાંચાના વિધ્વંસની વરસી મુદ્દે મથુરામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શ્રીકૃષ્ણ જન્મસ્થાન અને શાહી ઈદગાહ મસ્જિદની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. BDSની ટીમ અને ડૉગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. બીજી તરફ બનેલી શાહી ઈદગાહ મસ્જિદની સુરક્ષાને મુદ્દે પણ સતર્કતા વર્તવામાં આવી રહી છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર પરિસર ક્ષેત્રને 4 ઝોન અને 8 સેક્ટર્સમાં વહેંચી દેવામાં આવ્યા છે. સાદા પહેરવેશમાં પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસ બળોની સાથે CISF જવાન PAC પણ તહેનાત છે.
સોશિયલ મીડિયા ઉપર વિશેષ નજર: જિલ્લા તંત્ર દ્વારા સોશિયલ મીડિયા, વોટ્સએપ, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ ઉપર કડક ચોકી-પહેરો છે. અસામાજિક તત્વો વિરુદ્ધ જિલ્લા તંત્રએ 3 દિવસ પહેલા જ જાહેર અપીલ કરી દીધી હતી. કોઈ પણ પ્રકારની અફવા ફેલાવવા, સાંપ્રદાયિક વાતાવરણને દૂષિત કરવાની કોશિશ કરનારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી દેવામાં આવી છે.