ETV Bharat / bharat

મેરઠમાં સામૂહિક હત્યાકાંડ: એક જ પરિવારના 5 લોકોની હત્યા, 3 બાળકોના મૃતદેહની હાલત તો... - MEERUT MASS MURDER

મેરઠમાં લિસાડી ગેટની સુહૈલ કોલોનીમાં એક જ પરિવારના 5 લોકોની હત્યાનો મામલો સામે આવ્યો. SSP સહિતના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

મેરઠમાં સામૂહિક હત્યાકાંડ
મેરઠમાં સામૂહિક હત્યાકાંડ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 6 hours ago

ઉત્તરપ્રદેશ: મેરઠમાં લિસાડી ગેટની સુહૈલ કોલોનીમાં એક જ પરિવારના 5 લોકોની હત્યાનો મામલો સામે આવ્યો છે, મૃતકોમાં 3 બાળકો હતા. તમામ મૃતદેહો ઘરની અંદરથી મળ્યા છે. હજુ સુધી એ જાણકારી નથી મળી કે, હત્યા કોણે કરી અને હત્યાનું શું કારણ હતું. SSP સહિતના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ માટે ક્રાઇમ બ્રાંચ અને ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ડોગ સ્કવોડની મદદથી પુરાવાઓ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરિવારના 5 લોકોનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી.

મેરઠમાં સામૂહિક હત્યાકાંડ: મૃતકોમાં પતિ મોઇન, પત્ની અસ્મા અને 3 બાળકો અફ્સા (8 વર્ષ) અજીજા (4 વર્ષ) અદીબા (1 વર્ષ) છે. ત્રણેય બાળકોની હત્યા પછી મૃતદેહોને બેડના બોક્સમાં સંતાડવામાં આવ્યા હતા. મારી નાખ્યા પછી બાળકોના મૃતદેહને બોરીમાં બાંધીને રાખ્યા હતા. ત્રણેય મૃતદેહ બેડના બોક્સમાં મળ્યા હતા. ઘરનો મોભી મોઇન મિસ્ત્રીનું કામ કરતો હતો.

એક જ પરિવારના 5 લોકોની હત્યા: સામૂહિક નરસંહારનો ખુલાસો ત્યારે થયો. જ્યારે મોઇનનો ભાઇ સલીમ ગુરુવારના રોજ સાંજે ઘરે પહોંચ્યો હતો. સલીમ પોતાની પત્ની સાથે પહોંચ્યો ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. પાડોશિઓ પાસેથી જાણવા મળ્યું કે, બુધવારથી કોઇ બહાર દેખાઇ નથી રહ્યું. ત્યારબાદ જબરદસ્તી બારણું તોડવામાં આવ્યું, અંદર જઇને જોયું તો અંદરનું દૃશ્ય જોઇને તેના હોશ ઉડી ગયા. જમીન પર મોઇન અને આસમાના મૃતદેહ પડેલા હતા. બેડની અંદર ત્રણેય બાળકોના મૃતદેહ મળ્યા હતા. ઘરનો બધો જ સામાન વિખરેલો હતો.

SSP ડો. વિપિન ટાડાએ જણાવ્યું કે, ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. મકાનમાં મળેલા 5 મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. જલ્દી જ ઘટનાની હકીકત સામે આવશે. આ સમગ્ર કાંડમાં કોઇ નજીકના વ્યક્તિ શામેલ હોવાની સંભાવના છે. બીજી તરફ SP સિટી આયુશ વિક્રમ સિંહનું કહેવું છે કે, સુહૈલ ગાર્ડનમાં 5 મૃતદેહોને કબજે કરવામાં આવ્યા છે. ઘટનાથી જોડાયેલા બધા જ પાસાઓની તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે. પોલીસની ઘણી ટીમો ઘટનાસ્થળે પહોંચી છે.

સ્થાનિકોનું કહેવું છે કે, પાછલા 2 દિવસથી પરિવાર વિશે કોઇ પણ જાણકારી નહોતી મળી રહી. ઘરની બહાર કોઇ દેખાઇ નહોતું રહ્યું. પોલીસ મુજબ જેને પણ આ સમગ્ર હત્યાકાંડને અંજામ આપ્યો છે, તેને જોતા એવું લાગે છે કે, હત્યારાને પરિવાર અને ઘર વિશે બધી જ જાણકારી હતી.

આ પણ વાંચો:

  1. દીકરીને પોતાના માતા-પિતા પાસેથી અભ્યાસ માટે ખર્ચ વસૂલવાનો પૂરો અધિકાર: સુપ્રીમ કોર્ટ
  2. તિરુપતિ મંદિરમાં ભાગદોડ કેસમાં બે અધિકારીઓ સસ્પેન્ડ, સરકાર મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયા આપશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.