યુવક હસતો હસતો પડ્યો કૂવામાં, રડતો રડતો આવ્યો બહાર... - યુવાન કૂવામાં પડ્યો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 26, 2022, 1:42 PM IST

Updated : Jun 26, 2022, 2:01 PM IST

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટ નજીક યુવાન કૂવામાં (Young Man Fell Into A Well In Rajkot) પડી જતાં ત્યાંથી પસાર થતા રેલ્‍વે કર્મચારીએ વાયરની મદદથી તેને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતાં ન મળતાં ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમે 20 મિનિટમાં યુવક રેસ્‍કયુ કરીને તેને બચાવી લીધો હતો. કુવામાંથી બહાર કાઢી 25 વર્ષીય યુવાનને નામ પૂછતાં પોતાનું નામ દેવજી મનસુખ સારસીયા હોવાનું જણાવ્‍યું હતું. યુવાનને ચક્કર આવતાં પડી ગયાનું રટણ કર્યુ હતું. જો કે લોકોમાં થતી ચર્ચા મુજબ તે જાતે જ કૂદી ગયો હતો. હાલ યુવાનને પ્રદ્યુમનનગર પોલીસને સોંપી દેવામાં આવ્યો છે, ત્યારે યુવાન આત્મહત્યા કરવા ગયો હતો કે, ખરેખર ચક્કર આવ્યા હતા તે અંગે તપાસ હાથ ધરી છે.
Last Updated : Jun 26, 2022, 2:01 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.