પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્ય ચૂંટણી કમિશ્નરને ચૂંટણી રદ્દ કરવા અરજી કરાઇ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી નવેમ્બર માસમાં યોજાય તેવી શક્યતાઓ છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે જુદા-જુદા એમ્પ્લોઇઝ યુનિયનનો દ્વારા આ ચૂંટણીઓ રદ થાય તેવી માગ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશ્નર સમક્ષ રજૂ કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષક સંઘ, તલાટી સંઘ, એમ્પ્લોઇઝ યુનિયન સંઘ, સ્વાસ્થ્ય કર્મચારી મહાસંઘ યુનિયનોએ ચૂંટણીઓમાં કામ કરવાનું હોય છે. તો આ લોકો સતત કોરોનાની મહામારીમાં ડોર ટુ ડોર સર્વે ઉપરાંત અન્ય કાર્યોમાં પણ જોડાયા હતા. જેમાંથી ઘણા લોકો સંક્રમિત થયા છે, તો કેટલાક કર્મચારીઓ મૃત્યુ પણ પામ્યાં છે, ત્યારે તેમની માગ છે કે, આ ચૂંટણીઓને કોરોના મહામારીને જોતા રદ કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી હોવા છતાં વિવિધ રાજકીય પક્ષો ચૂંટણીઓમાં વ્યસ્ત છે. વિધાનસભામાં તો કોરોના વાઇરસને લઈને દરેક પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ સરકારને સામાન્ય લોકો અને કર્મચારીઓની પરવા નથી.
Last Updated : Sep 25, 2020, 1:44 PM IST