આ મહિલા કરે છે ડ્રોનથી ખેતી અને ખેડુત પતિનું કામ સરળ કરે છે - Farming by drone
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15646497-thumbnail-3x2-love-horoscope-3.jpg)
આંધ્રપ્રદેશની કનકદુર્ગા એ મહિલા છે જે ડ્રોનથી ખેતી (Farming by drone) કરે છે. તેણી આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લાના મંગલગીરી મંડળના કાઝા ગામની છે. તેમના પતિ બપિરેડ્ડી ભાડેથી એક ખેતર લીધું અને ખેતી (Andhrapradesh drone farming ) કરે છે. કનકદુર્ગા પણ તેના પતિ સાથે ખેતી કરે છે. દંપતી હાલમાં ફૂલોની ખેતી કરે છે. જંતુનાશક દવાના છંટકાવમાં કામદારોની સમસ્યાઓ હલ કરવા માટે બપીરેડ્ડીએ સેકન્ડ હેન્ડ ડ્રોન ખરીદ્યું. કનકદુર્ગા પણ ડ્રોન ચલાવવાનું શીખી ગઈ. રાજ્યમાં ખેતીમાં ડ્રોનનો ઉપયોગ હમણાં જ ઉછળ્યો છે. સામાન્ય રીતે તેનું મેનેજમેન્ટ મોટે ભાગે ટેક્નિકલ શિક્ષણનો અભ્યાસ કરનારાઓને જ ડ્રોન આપે છે. તેનાથી વિપરીત, એક મહિલા ખેડૂત હવે ડ્રોન ચલાવે છે. કનકદુર્ગા, જે માત્ર પાંચમું ધોરણ ભણી છે, તે કહે છે કે બધું જ જરૂરિયાત પ્રમાણે શીખવુ જોઈએ. જેમ જેમ કનકદુર્ગાએ ડ્રોનનો ઉપયોગ શીખ્યો તેણીએ તેના પતિનું કામ અમુક અંશે ઓછું કર્યું છે. જેમ કે, બાપીરેડ્ડી ફૂલોને બજારમાં લઈ જઈ રહ્યા છે, જ્યારે કનકદુર્ગા મજૂરોના કામો જોઈ રહ્યા છે અને ડ્રોન દ્વારા જંતુનાશક છંટકાવનું કામ સંભાળે છે. બાપીરેડ્ડીનું કહેવું છે કે, ડ્રોન દ્વારા કામ મિનિટોમાં પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. જંતુનાશક દવા પણ 25 ટકા જેટલી વધુ બચે છે.