લખતરમાં પાણીની પાઇપલાઈનું કુંવરજી બાવળીયાના વરદ હસ્તે ખાતમુર્હૂત કરાયું - Water Supply Department
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર ગામમાં આવેલા પાણીપુરવઠાની ટાંકી 2014 માં ધવન્સ થઈ ગઈ હતી જેથી લોકોને પાણી માટે ભારે હાંલાકી પડી રહી હતી. લખતર ગામના લોકોને વ્યક્તિ દીઠ દરરોજ 140 લીટર પાણી મળી રહે તેમાટે એક કરોડ ચોસઠ લાખથી વધારે રૂપિયાના ખર્ચે સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી પ્રધાન અને પાણી પુરવઠા કેબિનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાના વરદ હસ્તે લખતરમાં પાણીની લાઇન નાખવાની કામગીરીનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લખતર તાલુકા પંચાયત પ્રમુખ કીર્તિરાજસિંહ ઝાલા લખતર સરપંચ પ્રહલાદભાઈ ચાવડા નંદુબેન વાઘેલા જગદીશભાઈ મજેઠીયા ઠાકરસીભાઈ શિશા લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડી.કે.ચવલિયા સહિત ના પદાધિકારીઓ તથા સુરેન્દ્રનગર જિલ્લા પાણી પુરવઠા કચેરીના અધિકારીઓ હાજર રહ્યા હતા ત્યારે આભારવિધી પ્રભુભાઈ મકવાણાએ કરી હતી કાર્યક્રમનું સફળ સંચાલન રણછોડભાઇ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.