જંગલી ભૂંડો દીપડાના મૃતદેહને રસ્તા પર ખેંચી ગયા, વીડિયો થયો વાયરલ - Karnataka leopard video viral
🎬 Watch Now: Feature Video
કર્ણાટકના ચામરાજનગર જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Karnataka leopard video viral) થયો છે. હકીકતમાં, તમિલનાડુના અસાનુરુ-કોલેગલ રોડ પર એક દીપડાને અજાણ્યા વાહને કચડી માર્યો (Karnataka leopard accident) હતો. આ પછી, જંગલી ડુક્કરોનું ટોળું ત્યાં રસ્તા પર પહોંચી ગયું અને દીપડાના શબને ખેંચીને લઈ જવાનું શરૂ કર્યું. એક પત્રકારે ઘટનાનો વીડિયો ટ્વીટ કરીને કર્ણાટક વન વિભાગ અને વન અધિકારીઓને ટેગ કર્યો અને જણાવ્યું કે આ વીડિયો અસનુરુ-કોલેગલ રોડનો છે.