આતંકવાદીઓના હુમલામાં એક જવાન શહીદ, LIVE VIDEO - Srinagar attack on police personnel
🎬 Watch Now: Feature Video
શ્રીનગરમાં આતંકી હુમલાનો વીડિયો સામે આવ્યો છે. લાલબજારમાં થયેલા હુમલામાં 1 જવાન શહીદ થયો હતો, જ્યારે બે ઈજાગ્રસ્ત થયા હતા. આ આતંકી હુમલો 12 જુલાઈના રોજ લાલ બજાર ચોક વિસ્તારમાં થયો હતો. આ ઘટના સાંજે 7.15 વાગ્યે બની હતી, જ્યારે આતંકવાદીઓએ લાલ બજાર વિસ્તારમાં એક ચેક પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. જેમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ મુશ્તાક અહેમદ શહીદ થયા હતા, જ્યારે હુમલામાં બે કોન્સ્ટેબલ ફયાઝ અહેમદ અને અબુ બકર ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત જવાનોની સારવાર ચાલી રહી છે.
Last Updated : Jul 13, 2022, 1:00 PM IST