વરસતા વરસાદની વચ્ચે સિંહોએ માણી ન્હાવવાની મજા, વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ - વરસાદમાં સિંહોએ માણી ન્હાવવાની મજા
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: ગીર જંગલના વિડિયો વાયરલ થયા છે, ત્યારે આ વીડિયોમાં જંગલનો રાજા સિંહ વરસતા વરસાદની વચ્ચે ન્હાવવાની મજા (Video Of Lions Bathing In Rain Went viral) લેતા હોય તેવા દ્રશ્યો મોબાઇલના કેમેરામાં કેદ થયા છે. એક દ્રશ્ય વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર કરીમ કડીવારને કેમેરામાં કેદ કરવાની તક મળી છે. તો બીજો વીડિયો વન વિભાગના કર્મચારીઓ એ જ મોબાઈલમાં ઉતાર્યો છે અને આ સમગ્ર વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વરસતા વરસાદની વચ્ચે જંગલનો રાજા સિંહ પણ જાણે કે વરસાદની મજા લેવા માટે બહાર નીકળ્યો હોય તેવા ખૂબ જ સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પર વરસતા વરસાદની વચ્ચે જંગલના રાજાનું સ્નાન પણ જોઈ રહ્યા છે.