વડોદરા : શિનોર પંથકમાં વરસાદ, ખેડૂતોને વ્યાપક નુકસાન - શિનોર
🎬 Watch Now: Feature Video
વડોદરા : રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મંગળવારે સાંજે વડોદરાના શિનોર પંથકમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ વરસતા ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જે કારણે શિનોર પંથકના ખેડૂતો મુંઝવણમાં મૂકાયા છે. ચોમાસા દરમિયાન પૂર, માવઠાની અસર જેવી કુદરતી આફત અને બાકી હોય તો કોરોના મહામારીનો ડંખ ખેડૂતોને ઉભો થવા દેતો નથી. શિનોર પંથકમાં ખેડૂતો દ્વારા તૈયાર એરંડા, કપાસ અને તુવેર સહિતના પાકોને ભારે નુકસાન થયું હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં વડોદરા જિલ્લાનો સમાવેશ કરવામાં નહીં આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે.