ખેડામાં દિવાળીની અનોખી પરંપરા : બે સમાજ વચ્ચે ખેલાય છે કોઠી યુદ્ધ - કાછીયા
🎬 Watch Now: Feature Video
ખેડા : હાલ દિવાળી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ખેડા શહેરમાં દીપોત્સવ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. દિવાળીના દિવસોમાં રાત્રિના સમયે ભાવસાર અને કાછીયા સમાજના યુવકો અને વડીલો એકત્રિત થઈને એકબીજાને દિવાળીની શુભેચ્છા પાઠવે છે. જે બાદ બન્ને સમાજના લોકો સામસામે કોઠી સળગાવે છે. યુવાનો ઢીંચણ સુધીના ભીના પેન્ટ તેમજ હાથમોજાં પહેરીને કોઠી યુદ્ધ ખેલે છે. આ કોઠી યુદ્ધમાં અંદાજે દોઢથી બે લાખની દારૂખાનાની કોઠી ફોડવામાં આવે છે. જેને જોવા મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે.