ETV Bharat / state

અંબાલાલ પટેલે પોતાની જ કરેલી આગાહીમાં કર્યો ફેરફાર, ઠંડીમાં વરસાદ પડવા અંગે હવે શું કહ્યું - AMBALAL PATEL WEATHER UPDATE

અંબાલાલ પટેલે અગાઉ શું કહ્યું હતું અને હવે આગાહીમાં શું કર્યા ફેરફાર... ચાલો જાણીએ.

અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 31, 2025, 9:13 PM IST

ઉર્વીશ પટેલ.અમદાવાદઃ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતોને આગોતરાં આયોજનો કરી લેવાની સલાહ આપી હતી. જોકે અંબાલાલ પટેલ દ્વારા વાતવરણમાં ફરી ફેરફારો જોતા આ જ હાલના દિવસોને લઈને નવી આગાહી કરવામાં આવી છે. જેમાં તેમણે માવઠું પડવા અને પાકમાં રોગ થવા સુધીની આગાહીની વાત કરી છે. જોકે તે પહેલા જાણીએ કે તેમણે અગાઉ શું કરી હતી આગાહી અને હવે તેમાં શું ફેરફાર કર્યા છે.

તેમણે અગાઉ શું કહ્યું હતું?

અગાઉ તેમણે કહ્યું હતું કે, આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. તા. 30-31 જાન્યુઆરીએ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. જેના કારણે ગુજરાત-સૌરાષ્ટ્રમાં વાદળો રહેવાની સંભાવનાઓ છે. ઉપરાંત લગભગ ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં વાદળો રહેશે, પરંતુ તા. 2, 3 અને 4માં હવામાન જોવા જઈએ તો માવઠું પડશે, ગાજવીજ થવી, ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં હિમવર્ષા, સખત પવનના તોફાનો થવાની શક્યતા છે. માવઠા અંગે જોવા જઈએ તો, લગભગ દ. ગુજરાતના ભાગો, ભાવનગર, સૌરાષ્ટ્ર, વડોદરા, નડિયાદ, આણંદ, ખંભાત, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ, કલોલ, પંચમહાલ, લીમખેડા, સાબરકાંઠા, મહેસાણા, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળશે. લગભગ ગુજરાતના મહદ ભાગોમાં માવઠું થવાની સંભાવના છે, ગાજવીજ સાથે માવઠું થવાની શક્યતા છે. ખેડૂતભાઈઓએ આગોતરું આયોજન કરવું હિતાવહ છે. આ કમોસમી વરસાદ છે. વિસમ હવામાનને લઈને પાક રક્ષણના પગલા લેવા જોઈએ.

અંબાલાલ પટેલની આગાહી (Etv Bharat Gujarat)

તેમણે હાલ શું કહ્યું?

અંબાલાલે હાલમાં ફરી આગાહી કરતા જાણકારી આપી છે કે, પશ્ચિમમાંથી જે મજબૂત આવવાની ધારણા હતી તે મધ્યમ કક્ષાનું આવવાની શક્યતા રહેશે. અરબી સમુદ્રના ભેજ અને બંગાળની ખાડીના ભેજને કારણે કાંઈક વાતાવરણમાં ફેરફાર આવશે. 1 લીથી 5 ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેશે. પરંતુ હવે લગભગ કોઈ મોટું માવઠું થવાની શક્યતા કદાચ ના પણ રહે. આમ છતાં જોવા જઈએ તો લગભગ સૌરાષ્ટ્રના ભાગો, જુનાગઢના ભાગો, સૌરાષ્ટ્રના મધ્યના ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા છાંટા કે વરસાદની શક્યતા રહેશે. ઉત્તરીય પર્વત વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે. લગભગ રાજ્યના ઘણા ભાગોમાં વાદળો આવવાની સંભાવનાઓ રહેશે. વિસમ હવામાનની વિપરિત અસરને કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા વધી જતી હોય છે. ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી પુનઃ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. માર્ચ-એપ્રિલમાં પણ વારંવાર હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે.

  1. દિવસે ગરમી રાત્રે ઠંડીમાં કઈ રીતે માંદગીથી બચવું, ખાણીપીણીથી લઈ કંઈ બાબતનુ રાખવું ધ્યાન જાણો
  2. શાળામાં ન્યુઝ ચેનલ કે ન્યુઝ ચેનલમાં શાળા! નવસારીની રંગપુર સરકારી શાળાનો નવત્તર પ્રયોગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.