ઇડરઃ રેવાસ ગામે અનોખી આરતી,જગત જનની જગદંબાની વિશિષ્ઠ આરાધના - 751 દિવડાની આરતી ઉતારવામો આવી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4658919-thumbnail-3x2-sbr.jpg)
સાબરકાંઠાઃ જિલ્લાના ઇડર તાલુકાના રેવાસ ગામમાં જગત જનની માં અંબાના ચાચર ચોકમાં અનોખી આરતી કરવામાં આવે છે. જેમાં 721 દિવાની આરતી પણ એકજ વ્યકિત દ્વારા કરવામા આવે છે. હાલ નવરાત્રી પર્વ ખૂબ ધામ ધૂમથી ભક્તો મનાવી રહ્યા છે. ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમી રહ્યા છે. ભક્તો પણ માતાજીને રીઝવવા કંઈપણ કરવા તૈયાર હોય છે. ત્યારે ઇડર તાલુકાના રેવાસ ગામે ગત રાત્રે માં અંબાની અનોખી આરતી કરવામાં આવી હતી. જેમાં 751 દિવડાની આરતી ઉતારવામો આવી આ આરતી નું દૃશ્ય એટલું સુંદર હતું કે લોકો એ ખૂબ ભાવથી આ મહા આરતીનો લાભ લીધો આ આરતીનો લાભ લેવા લોકો દૂર દૂર થી રેવાસ ગામે આવ્યા હતા. આ મહાઆરતી અડધો કલાક સુધી ચાલી હતી. તેમજ આસપાસ ના લોકો પણ આરતીના ભાગીદાર બન્યા હતા.