એક ઉંદર બન્યો મોતનું કારણ: ઉંદરે કારચાલક સાથે કર્યું કઈંક આવું... જુઓ વિડીયો - શાહડોલ માર્ગ અકસ્માત
🎬 Watch Now: Feature Video
મધ્યપ્રદેશમાં શાહડોલ ડિવિઝનના ઉમરિયામાં (umaria road accident) આજે એક દર્દનાક અકસ્માત સર્જાયો (car accident in shahdol) હતો, જ્યાં એક કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માત પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી (umaria accident due to rat) જશો. ખરેખર આ અકસ્માત ઉંદરને કારણે થયો હતો, જેમાં એક બાળકનું મોત થયું હતું જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા. કાર માલિક, તેની પત્ની અને બે બાળકોનો પરિવાર ઉમરિયાના ચાંદિયાથી માનેન્દ્રગઢ તરફ જઈ રહ્યો હતો ત્યારે NH-43 પર ઘુન ઘુટીમાં આવેલી હાયર સેકન્ડરી સ્કૂલ પાસે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટનાનું કારણ કારમાં છુપાયેલું ઉંદર છે. અકસ્માત સમયે હાઇસ્પીડ કારમાં છુપાયેલો ઉંદર અચાનક કારના ડેશબોર્ડ પર આવી ગયો હતો. આ દરમિયાન કારચાલકે ધ્યાન ગુમાવ્યું હતું અને સ્પીડમાં આવતી કાર બેકાબૂ થઈને હાઈવે પરથી ઉતરી નજીકના ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના ફૂરચા ઉડી ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોને શહડોલ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.