ભાવનગર: નવા વર્ષના પ્રારંભમાં સૌ કોઈ કમાણી અને રોજગાર માટે માધ્યમ શોધતું હોય છે. જો કે 2024માં શેરબજાર અનેક લોકો માટે રોજગારી શ્રેષ્ઠનું માધ્યમ બન્યું છે. ત્યારે આગામી 2025માં નવા IPOની સ્થિતિ અને 2024માં રહેલી IPOની સ્થિતિ વિશે જાણો.
2024 માં આવેલો પ્રથમ IPO: શેરબજાર સાથે વર્ષોથી જોડાયેલા અને હાલમાં આનંદ રાઠી સાથે જોડાયેલા ભાવીનભાઈ લખાણીએ જણાવ્યું હતું કે, 'સૌપ્રથમ નવા વર્ષની સૌને શુભેચ્છા. ગયા વર્ષ 2024 માં અંદાજીત 80 થી 85 IPO આવેલા છે. જેમાં છેલ્લો ગઈકાલનો યુની એરોસ્પેસ IPO છે. જેને જબરજસ્ત લોકોને રીટર્ન આપ્યું છે. અને પાસ્ટ IPO જોઈએ તો સૌથી પહેલો આપ્યો જાન્યુઆરી 2024 માં જ્યોતિ સીએનસીથી શરૂ થયો હતો.
2024માં IPOનું પર્ફોમન્સ કેવું રહ્યું: તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'ત્યાર પછી વારી, ભારતી, પ્રીમિયર, ઇન્ડિજેન, આધાર હાઉસિંગ આવા મેગા IPO આવેલા છે. જે ક્લાઈન્ટને લગભગ 80 થી 150 થી 200 ટકા જેટલું રિટર્ન હાલમાં ચાલી રહ્યું છે એટલે મળેલું છે. એ ખૂબ જ સારા પરફોર્મન્સ છે. અમુક IPO નબળા પણ રહ્યા, જેમાં મેગા IPO હ્યુન્ડાઇનો સમાવેશ થાય છે, MC સોલાર છે તે પોપ્યુલર છે, કેપિટલ ફાઇનાન્સ છે. તો ચઢ ઉતરની ગેમ તો ચાલતી રહેતી હોય છે, પણ ઓલમોસ્ટ 80 ટકા ખૂબ જ સારું પર્ફોમન્સ રહ્યું.
![રોકાણકારો માટે સારા સમાચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-01-2025/rgjbvn01iposthitirtuchirag7208680_01012025115031_0101f_1735712431_1067.jpg)
![2025 ના પ્રથમ ક્વાર્ટરમાં 15 IPO આવવાની શક્યતા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-01-2025/23233494_p.jpg)
2025ના શરૂઆતના માસમાં આ IPO આવવાની શક્યતાઃ ભાવીનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, 'હવે આવનાર નવા વર્ષમાં 2025ના પ્રથમ ક્વાર્ટરમાં ખૂબ જ બીજા 8 થી 10 નવા IPO આવી રહ્યા છે. જેમાં મહત્વના IPO આવી રહ્યા છે. NSDL અને કલ્પતરુ, પારસ જેવા ઘણા બધા IPO SEBIના પ્રોસેસમાં છે.
![રોકાણકારો માટે સારા સમાચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-01-2025/rgjbvn01iposthitirtuchirag7208680_01012025115031_0101f_1735712431_439.jpg)
આ પણ વાંચોઃ