યાંત્રિક ખામી સર્જાતા સિક્કાનું જહાજ દ્વારકા નજીક કિનારે તણાઈ આવ્યું, કોઈ જાન હાની નથી - યાંત્રિક ખામી સર્જાતા દ્વારકામાં જહાજ આવ્યું
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા : અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે આવેલા વિસ્તારોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે, ત્યારે બુધવારે મોડી સાંજે દ્વારકા નજીકના સમુદ્ર કિનારે કોઈ અજાણ્યું જહાજ લાંબા સમયથી તરતું હોવાની વાત વાયુ વેગે પ્રસરી અને સ્થાનિક લોકો સહિત તંત્ર પણ તપાસમાં જોડાયું હતું, પરંતુ આજે ગુરુવારે વહેલી સવારે આ જહાજ દ્વારકાના સમુદ્ર કિનારા નજીકના પંચકુઈ મંદિર નજીક તણાઈ આવતા સ્થાનિક પોલીસ અને IBનાં અધિકારીઓ દોડી આવ્યા હતા. તપાસ દરમિયાન આ જહાજ "અલી મુસ્તફા" નામનું વાહણ જામનગરના સિક્કા બંદરનું હોવાનું જાણવા મળ્યું અને તેમાં સવાર 8 ખલાસીઓ પણ સ્થાનિક સિક્કા ગામના હતા.