ગૃહપ્રધાને આ તારીખે વિધાનસભાના ચોમાસુ સત્ર મળવાની જાહેરાત કરી - રાજ્યકક્ષાના ગૃહપ્રધાન
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ જુલાઇ માસમાં મળેલી બેઠક બાદ હવે ડિસેમ્બરની 9 તારીખથી 11 સુધી વિધાનસભાનું ચોમાસુ સત્રની બેઠક મળશે. આ બાબતે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે, મળેલી બેઠકમાં ચોમાસુ વિધાનસભા બેઠકની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ડિસેમ્બરની 9થી 11 તારીખ સુધી સત્ર મળશે તેની તૈયારીઓ કરવામાં આવી હતી. વધુમાં જણાવ્યુ હતું કે, 26 ડિસેમ્બરના દિવસે સમગ્ર દેશ બંધારણ દિવસ તારીખે ઉજવણી કરવામાં આવે છે. 9 ડિસેમ્બરના દિવસે પ્રથમ વખત બેઠક મળી હતી. જેથી 9 ડિસેમ્બરના રોજ શોક પ્રસ્તાવ મુકવામાં આવશે, 10 ડિસેમ્બરના રોજ રાજ્યના અલગ-અલગ વિધેયકો અને વિધેયકોના સુધારા વધારા કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ દિવસ એટલે કે, 11 ડિસેમ્બરના રોજ પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે.