ETV Bharat / state

પંકજ જોશી બન્યા ગુજરાતના નવા મુખ્ય સચિવ, જાણો કોણ છે... - IAS PANJAK JOSHI

ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમાર 31મી જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે હાલ મુખ્યમંત્રીના ACS પંકજ જોશીને ગુજરાતના નવા મુખ્ય સચિવ જવાબદારી સોંપવામાં આવી છે.

IAS Panjak Joshi
IAS Panjak Joshi (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 24, 2025, 2:35 PM IST

ગાંધીનગર : 1989 બેચના IAS અધિકારી અને હાલમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ (ACS) પંકજ જોશીને રાજ્યના મુખ્ય સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતના વર્તમાન ચીફ સેક્રેટરી રાજકુમાર 31મી જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના પછી પંકજ જોશી નવા ચીફ સેક્રેટરી તરીકે જવાબદારી સંભાળશે.

ગુજરાતના નવા મુખ્ય સચિવ પંકજ જોશી : IAS પંકજ જોશી ગુજરાત કેડરના 1989 બેચના IAS અધિકારી છે, તેઓ હાલમાં ગુજરાતના મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ (ACS) તરીકે સેવા આપી રહ્યા છે. ઉપરાંત તેઓ બંદરો અને પરિવહન વિભાગમાં વધારાનો હવાલો ધરાવે છે.

રાજ્ય સરકારનું નોટિફિકેશન
રાજ્ય સરકારનું નોટિફિકેશન (Gujarat Govt)

જાણો કોણ છે પંકજ જોશી ? પંકજ જોશીનો જન્મ 19 ઓક્ટોબર, 1965ના રોજ ઉત્તરાખંડમાં થયો હતો. તેઓએ 1987માં સિવિલ એન્જિનિયરિંગમાં B.Tech અને બાદમાં 1989માં પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT), દિલ્હીમાંથી વોટર રિસોર્સિસ એન્જિનિયરિંગ સાથે M. Tech પૂર્ણ કરીને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. બાદમાં UPSC પરીક્ષા પાસ કરી 21 ઓગસ્ટ, 1989 થી IAS અધિકારી તરીકે કારકિર્દી શરુ કરી.

ગુજરાતના વહીવટમાં મહત્વપૂર્ણ ભૂમિકા : ભૂતકાળમાં પંકજ જોશીએ નાણાં વિભાગમાં સરકારના અધિક મુખ્ય સચિવ તરીકે સેવા આપી હતી. ઉપરાંત તેઓ અગાઉ મ્યુનિસિપલ કમિશનર, સેક્રેટરી, પ્રિન્સીપાલ સેક્રેટરી પદ પર સેવા આપી ચૂક્યા છે. પંકજ જોશીએ 21 ઓગસ્ટ, 1989 થી IAS અધિકારી તરીકે કારકિર્દી શરુ કરી હતી અને 20 ઓક્ટોબર, 2025 ના રોજ જાહેર સેવામાં વિશિષ્ટ કારકિર્દી પછી નિવૃત્ત થશે.

  1. ત્રણ રાજ્યોના વર્તમાન રાજ્યપાલોની બદલી, નવા રાજ્યપાલો નિમાયા
  2. BCCIને મળ્યો નવો સચિવ… આ ભૂતપૂર્વ ક્રિકેટરને મળી જવાબદારી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.