અમેરિકામાં પણ રામ નામનો નાદ, કેલિફોર્નિયામાં રામ મંદિર શિલાન્યાસની ઉજવણી, જૂઓ વીડિયો - રામ ભક્તો
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8369547-thumbnail-3x2-ameri.jpg)
અમેરિકાઃ અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ વિશ્વ ઉજવણી કરી રહ્યું છે. 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં યોજાયેલા રામ મંદિર શિલાન્યાસ કાર્યક્રમને લઈ સમગ્ર દેશ અને દુનિયામાં ભારતીયો અને રામભક્તોએ ઉત્સવ મનાવ્યો હતો. અમેરિકામાં રહેતા ભારતીય અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરના શિલાન્યાસને લઇ ખુશી વ્યક્ત કરી હતી. અમેરિકાના નાગરિકો અને રામભક્તો દ્વારા ભગવાન શ્રીરામના ચિત્ર સ્વરૂપનું પૂજન અને આરતી કરવામાં આવી હતી. અમેરિકાના કેલિફોર્નિયાના આર્ટેસિયા સિટીના ઈંડિયા પ્લાઝા કોમ્પ્લેક્ષના ખુલ્લા ચોગાનમાં રામ મંદિર શિલાન્યાસની ઉજવણી કરવામાંં આવી હતી.
Last Updated : Aug 10, 2020, 11:04 PM IST