કપડવંજમાં ST બસ ચાલકે રાહદારીને લીધો અડફેટે - કપડવંજ
🎬 Watch Now: Feature Video
ખેડાઃ કપડવંજમાં બસ સ્ટેશન નજીક કુબેરનગર ચોકડી પાસે ભિલોડા બોરીવલ્લી ST બસે એક અજાણ્યા રાહદારીને અડફેટે લીધો હતો. જેમાં રાહદારીને ગંભીર ઈજા પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે કપડવંજની જે. બી. મહેતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત રાહદારી કોણ છે અને ક્યાંનો છે તેની ઓળખ હજૂ સુધી થઈ શકી નથી. ઘટનાની જાણ થતા કપડવંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.