મોડાસામાં કાપડની દુકાનમાં આખલો ઘૂસી જતા અફરાતફરીનો માહોલ - bull
🎬 Watch Now: Feature Video

અરવલ્લીઃ મોડાસામાં આવેલ શ્યામસુંદર શોપિંગ સેન્ટર અંદર એક દુકાનમાં ગ્રાહકો ખરીદી કરી રહ્યા હતા. તે દરમિયાન આખલો દુકાનમાં ધસી આવતા અફરાતફરી મચી હતી. કોઇને ઇજા થાય તે પહેલા દુકાન માલિકે આખલાનો ભગાડી મૂક્યો હતો. આ દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા હતા. રસ્તા પર રખડતા પશુઓના ત્રાસથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. નગરમાં રઝળતા પશુઓના કારણે ઘણી વખત જીવલેણ અકસ્માત થયા છે. છતાં રાજકીય સ્વાર્થના કારણે પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.