સુરતમાંં ભારે વરસાદને લઈને બ્રિજ પાણીમાં ગરકાવ થતા ઉમરપાડા-કેવડીને સીધો સંપર્ક તૂટ્યો - Rain in Surat
🎬 Watch Now: Feature Video
સુરત: બુધવારે રાત્રીએ સુરત જિલ્લાના તાલુકાઓમાં મેઘરાજા તોફાની બેટીંગ કરતા ચારેય કોર પાણી પાણી થઈ ગયું હતું. સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામા ખાબક્યો હતો. જેને લઈને ઉમરપાડાથી કેવડીને જોડતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બ્રિજ પર ભારે પાણીનો વહેણ ચાલતા ઉમરપાડા અને કેવડીનો સીધો સંપર્ક તૂટી ગયો હતો. વરસાદની જો વાત કરીએ તો બારડોલી-0, ચૌર્યાસી-5, કામરેજ- 33, મહુવા-5, માંડવી-0, માંગરોળ- 35, ઉમરપાડા- 73, ઓલપાડ-5, પલસાણા- 62 mm વરસાદ નોંધાયો હતો.