AMC સ્કૂલ બોર્ડે કોરોનાની જનજાગૃતિ માટે તમામ શિક્ષકોને કામે લગાડ્યા - education news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6302847-thumbnail-3x2-coro.jpg)
અમદાવાદઃ કોરોના વાયરસે દેશભરમાં હાહાકાર મચાવી રાખ્યો છે. તેવામાં કોરોના સામે લડવા અમદાવાદનું તંત્ર સજ્જ બની ગયું છે. અમદાવાદ સ્કૂલ બોર્ડની બેઠકમાં મહત્વના નિર્મય લેવામાં આવ્યો હતો અને શિક્ષકોને સૂચનાઓ પણ આપવામાં આવી છે. હાથ મિલાવવાના બદલે નમસ્કાર કરવાની શિક્ષકો અને વિદ્યાર્થીઓને સૂચના અપાઈ છે. આ સાથે AMC સ્કૂલ બોર્ડના તમામ શિક્ષકોએ કોરોનાની અવેરનેસ ફેલાવાની જવાબદારી આપવામાં આવી છે. આ સાથે સત્ર ચાલુ કરવાના, સ્કૂલમાં વિધાર્થીઓ માટે કરવા લાયક ખરીદી માટેના નિર્ણયો લેવામાં આવ્યાં હતાં.