Dev deepavali 2021: વડોદરામાં પરંપરા મુજબ નીકળ્યો ભગવાન નરસિંહજીના તુલસીજી સાથેના વિવાહનો 285મો વરઘોડો - Dev deepavali 2021
🎬 Watch Now: Feature Video
વડોદરા: સમગ્ર વડોદરાના નગરજનો માટે શ્રદ્ધેય એવા નરસિંહજીની પોળમાં બિરાજમાન ભગવાન નરસિંહજીના તુલસીજી સાથેના વિવાહનો 285મો વરઘોડો (The 285th wedding procession of Lord Narsinhji) પરંપરા મુજબ નીકળ્યો હતો. જેમાં પ્રભુના ચરણસ્પર્શનો લ્હાવો લેવા ભકતોની ભીડ ઉમટી પડી હતી. દર વર્ષે દેવ દિવાળી (Dev deepavali 2021) નિમિતે યોજાતા ભગવાન નરસિંહજીનો વરઘોડો છેલ્લા 280 વર્ષથી નીકળી રહ્યો છે અને 284મું વર્ષ છે. માંડવી નરસિંહજીની પોળમાં આવેલા ભગવાન નરસિંહજીના મંદિરથી ધામધૂમથી જય રણછોડ માખણ ચોરના નારાઓ સાથે વરઘોડાનું પ્રસ્થાન કરાયું હતું. જેમાં રાજ્યના કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, ભાજપ પ્રમુખ વિજય શાહ, મેયર કેયુર રોકડીયા, ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ભાર્ગવ ભટ્ટ સહિતના નેતાઓ પણ વરઘોડામાં જોડાયા હતા.