thumbnail

By

Published : Oct 6, 2020, 2:17 PM IST

ETV Bharat / Videos

પુણેમાં ગમખ્વાર અકસ્માત, એક ટ્રકે આઠ વાહનોને લીધા અડફેટે

મહારાષ્ટ્રઃ પુણેમાં કત્રજ અને નેવલે પૂલ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા એક સાથે 8 વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટેમ્પો રોડની બાજુની સાઇડમાં ઉતરી ગયો હતો. અને અન્ય વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયુ હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 5થી 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.