દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકાના સફાઈ કામદારો ઉતર્યા હડતાળ પર, તહેવાર સમયે ચારે બાજુ છવાયા ગંદકીના ઢગ - Gujarat News
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા: સલાયા નગરપાલિકાના 73 જેટલા સફાઈ કામદારો અચાનક જ હડતાળ પર ઉતરી જતાં દિવાળી જેવા તહેવાર સમયે સલાયામાં ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા. સફાઈ કામદારોને પોતાને પગાર સમયસર મળતો નથી, એ ઉપરાંત PF ની રકમ પણ જમા થતી નથી, સફાઈ કામગીરી દરમિયાન જરૂરી સાધનો જેવા કે સેફ્ટી સૂઝ, કીટ, દવાઓ પણ યોગ્ય પ્રમાણમાં કચેરી દ્વારા આપવામાં આવતી નથી, અનેક વર્ષોથી નોકરી કરી રહેલા કર્મચારીઓને કાયમી કરવા ઊંચુ પગાર ધોરણ કરી આપવા જેવી અનેક બાબતો અંગે રજૂઆતો કર્યા બાદ પણ કોઈ નિકાલ નહિ આવતા અને તમામ 73 જેટલા કર્મચારીઓ સોમવારે ગાંધી ચીંધ્યા માર્ગે હડતાળ પર ઉતર્યા હતા. હવે તહેવારના સમય દરમિયાન તંત્ર આગળ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.