ઉત્તરાખંડમાં ફરી રોપ-વે અટકી પડી, 70 લોકોના જીવ તાળવે ચોટ્યા

By

Published : Jul 10, 2022, 10:06 PM IST

thumbnail

ઉત્તરાખંડના ટિહરીમાં ટેકનિકલ ખામીને કારણે સુરકંડા દેવી મંદિરની રોપ-વે (uttrakhand rope way incident) સેવા થોડા સમય માટે અચાનક ઠપ થઈ ગઈ હતી. આ દરમિયાન લગભગ 70 લોકો રોપ-વેની ટ્રોલીઓમાં હવામાં લટકતા રહ્યા (Trolley stuck in Surkanda Devi). ટ્રોલીમાં મુસાફરી કરી રહેલા ટિહરીના ધારાસભ્ય કિશોર ઉપાધ્યાયે (MLA Kishore Upadhyay trapped ) તાત્કાલિક સ્થાનિક પ્રશાસનને ઘટનાની જાણ કરી હતી. જે બાદ જિલ્લા વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું અને એક ટેકનિકલ ટીમને ઘટનાસ્થળે મોકલી. આ દરમિયાન લાંબા સમય સુધી અરાજકતાનો માહોલ રહ્યો હતો. થોડો સમય અટવાયા બાદ રોપ-વે સેવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ટિહરી વિધાનસભા સીટના બીજેપી ધારાસભ્ય કિશોર ઉપાધ્યાય પણ સુરકંડા દેવી માતાના દર્શન કરવા ગયા હતા. દરમિયાન રોપ-વેમાં કેટલીક ખામીઓને કારણે ટ્રોલીઓ હવામાં ઉભી રહી ગઈ હતી. જેના કારણે મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. ટિહરીના એસએસપી નવનીત ભુલ્લરે સમગ્ર મામલામાં જણાવ્યું કે, સુરકંડા દેવી મંદિર રોપવે ટ્રોલીનું સંચાલન ટેકનિકલ ખામીના કારણે 20થી 25 મિનિટ માટે રોકી દેવામાં આવ્યું હતું. તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર આવી ગયા છે અને હવે રોપ-વે સરળતાથી ચાલી રહ્યો છે. ટ્રોલીમાં કોઈ મુસાફર ફસાયો નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.