બિઝનેસમેન, ડોકટર, કમાન્ડો તો કોઈએ સ્કૂલનો યુનિફોર્મ ધારણ કરી ગરબાના તાલે ઝૂમ્યા - Garba wearing school uniforms
🎬 Watch Now: Feature Video

સુરત: હાલમાં નવરાત્રીનો જોશ લોકોમાં ખૂબ જોવા મળી રહ્યો છે. લોકો ગરબાના તાલે મન મૂકીને ઝૂમી રહ્યા છે. પાર્ટી પ્લોટ અને પ્રોફેશનલ આયોજનમાં તો લોકો ગરબે ઘૂમે જ છે, પરંતુ સોસાયટીઓમાં પણ લોકો વિવિધ થીમ અને અવનવા પ્રયોગો સાથે ગરબાની મજા માણી રહ્યા છે. આવી જ એક સોસાયટી નાના વરાછાને શ્યામધામ ચોક ખાતે આવેલ સંઘના સોસાયટી છે, જેમાં સોસાયટી વાસીઓએ નવરાત્રીના ગરબામાં અલગ અલગ વેશભૂષા ધારણ કરીને માતાજીના ગરબે ઘૂમ્યા (Surat fancy dress Garba) હતા. કોઈ ખેડૂત બન્યું હતું. કોઈ બાળક બન્યું હતું, કોઈ બિઝનેસમેન, ડોકટર, કમાન્ડો તો કોઈએ સ્કૂલનો યુનિફોર્મ (Garba wearing school uniforms) ધારણ કર્યો હતો. તો કોઈએ ભગવાન શંકરનો વેશ ધારણ કર્યો હતો. બાળાઓ માતાજીનું રૂપ લઈને ગરબે ઘૂમી હતી. આ સોસાયટીમાં દેશના તમામ લોકોની એક ઝલક જોવા મળી હતી.