કુલ્લુમાં ફરી એકવખત હિમવર્ષા શરૂ થઇ, જૂઓ વીડિયો - અટલ ટનલમાં બરફવર્ષા
🎬 Watch Now: Feature Video
કુલ્લુ: જિલ્લા કુલ્લુની ઉંચી શિખરો પર સોમવાર સવારથી ફરી એકવાર હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. તો તે જ સમયે, અટલ- ટનલ રોહતાંગની પણ બંને બાજુ બરફવર્ષા થઈ રહી છે. પેટા વિભાગ બંજાર અને આનીને જોડતા જલોરી પાસ પર હળવી બરફવર્ષા પણ થઈ રહી છે. આને કારણે અહીં જતા વાહનોનો લપસી પડવાનો ભય રહે છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ લોકોને ઉંચાઈવાળા સ્થળોએ ન જવા પણ સલાહ આપી છે. જિલ્લા લાહૌલ- સ્પીતીની વાત કરીએ તો મોડી રાતથી બરફવર્ષા થઈ રહી છે. જેના કારણે લાહૌલ અને મનાલીના શિખરો ફરી એકવાર સફેદ થઈ ગયા છે.
Last Updated : Mar 30, 2021, 12:06 PM IST