ચોંકાવનારો વીડિયો, કારે સ્કૂટરને ટક્કર મારતા મહિલા ફૂટબોલની જેમ ઊછળી - Speeding Car Rammed into a Scooter
🎬 Watch Now: Feature Video
કેરળ: મલપ્પુરમ જિલ્લાના કુટ્ટીપુરમમાં મંચડી ખાતે એક ઝડપી કારે એક સ્કૂટરને ટક્કર મારતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું અને તેની પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી. મૃતકની ઓળખ પુથનાથનીના અબ્દુલ ખાદર (48) તરીકે થઈ છે. તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો. તેની સાથે બાઇક પર સવાર તેની પત્નીને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અકસ્માત ગઈકાલે તિરુર રોડ પર થયો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે સ્પીડમાં આવતી કાર બાઇકને ટક્કર મારે છે અને મહિલા સ્કૂટર પરથી ફૂટબોલની જેમ ઊછળી ફંગોળાઇ છે.
Shocking Video, Speeding Car Rammed into a Scooter, Women Riding Pillion Flung From Scooter