અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓ ઝડપી પાડ્યા છે. જે પૈકી ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ રાહુલ જૈન એ અમદાવાદની ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. તે મુદ્દે હવે 4 ફેબ્રુઆરીએ કોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવી શકે છે. અરજદાર રાહુલ જૈન ખ્યાતિ હોસ્પિટલનું નાણાકીય વ્યવહારની જવાબદારી સંભાળતો હતો.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ગરીબ કલ્યાણ માટે કેટલીક યોજનાઓ બનાવી છે જેના લાભ લઈને ગરીબ અને નિરાધાર લોકો પોતાની ગંભીર બીમારીઓની સારવાર કરાવતા હોય છે, આવી જ એક યોજના એટલે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ છે જેની પાસે આ કાર્ડ હોય છે એવા તમામ લાભાર્થીઓની સારવારનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે.
10 નવેમ્બરના રોજ રાખવામાં આવ્યો ફ્રી કેમ્પ: સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો મૃતકના પરિવારજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, કડી તાલુકાના બોરીસણા ગામમા ખ્યાતિ હોસ્પિટલ તરફથી એક ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે આ ફ્રી ચેકઅપ કેમ્પમાં 80 થી 90 લોકોની તપાસ કરવામાં આવી હતી.
19 લોકોને ખ્યાતિ હોસ્પિટલમા લાવવામાં આવ્યા: બોરીસણા ગામના 19 લોકોને સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા ખ્યાતિ હોસ્પિટલમા લાવવામાં આવ્યા હતા. કુલ 19 માંથી 12 ની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં 12 માંથી 2 દર્દીના મોત નિપજ્યા છે. પરિવારના લોકોના જણાવ્યા પ્રમાણે અગાઉ તેમને કોઈ પણ પ્રકારની બીમારી નહોતી. માત્ર ચેકઅપ માટે બોલાવવામાં આવ્યા હતા અને કોઈ પણ પરવાનગી વગર તેમની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી.
કોણ છે રાહુલ જૈન: રાહુલ જૈન ખ્યાતિ હોસ્પિટલનો CEO હતો અને તે નાણાકીય વ્યવહારની જવાબદારી નિભાવતો હતો. અરજદાર આરોપીએ બે વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાંથી 71.80 લાખ રૂપિયા મેળવ્યા હતા. અમદાવાદના 50 કિલોમીટર વિસ્તારમાં ડોક્ટરોને દર્દીઓને ખ્યાતિ માટે રીફર કરવા માટે પૈસા આપતો હતો. તે હોસ્પિટલના નાણાકીય વ્યવહારથી માહિતગાર હતા. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં બે દર્દીઓના મૃત્યુ બાદ રાજ્ય સરકારે ડોક્ટરોની કમિટી બનાવી હતી. જેમાં સામે આવ્યું હતું કે, જરૂર ન હોવા છતાં દર્દીઓને ડર બતાવીને એનજીઓ પ્લાસ્ટિ કરવામાં આવી હતી અને આના માટે એનજીઓગ્રાફીના ખોટા રિપોર્ટ બનાવવામાં આવ્યા હતા, જેથી કમિટીને હેડ કરતા ડોક્ટરે હોસ્પિટલના ડાયરેક્ટર સહિતના મેમ્બર્સ સામે વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચો: