શક્તિપીઠ અંબાજીમાં આજે દશેરા પર્વે નહીં યોજાય રાવણદહન કાર્યક્રમ - Ambaji News
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા: ગતવર્ષે કોરોના મહામારીને કારણે રાવણ દહન કાર્યક્રમ મુલતવી રખાયો હતો. ચાલુ વર્ષે પણ દશેરા ઉત્સવ સમિતિએ રાવણ દહનનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. જેમ અધર્મ ઉપર ધર્મનો વિજય માની દશેરો મનાવાય છે તેમ મા અંબેએ પણ અસુરો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. તેને લઈ દશેરા ઉત્સવ સમિતિ તેમજ નવયુવક પ્રગતિ મંડળ દ્વારા રાવણ દહનને બદલે માતાજીના મંદિરે ધજા ચઢાવાનું આયોજન કર્યું હતું. જે તમામ સભ્યો માતાજીની ધજા સાથે નગરચર્યા કર્યા બાદ મંદિરે માતાજીને ધજા ચઢાવી હતી.