ETV Bharat / state

કચ્છ ધરતીકંપ: પરિવાર પતિ ગયો, બસ એ જ બચી ગયો, 8 મહિનાના 'લકી'ના ચમત્કારિક બચાવ પછીની કહાણી - KUTCH EARTHQUAKE 24 YEARS

ભુજના લકી અલીથી ઓળખાતા 24 વર્ષીય મુર્તઝા વેજલાણી ભૂકંપ સમયે 8 માસના હતા અને તેના પરિવારના તમામ સભ્યો ભૂકંપમાં દટાઈ ગયા હતા.

કચ્છના ભૂકંપમાં કાટમાળમાંથી 8 માસનો લકી જીવતો મળ્યો હતો
કચ્છના ભૂકંપમાં કાટમાળમાંથી 8 માસનો લકી જીવતો મળ્યો હતો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 26, 2025, 6:02 AM IST

કરણ ઠકકર, કચ્છ: 26 જાન્યુઆરી 2001ના કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપે અનેક પરિવારો વિખેરી નાખ્યા. કેટલાક મા-બાપે પોતાના દીકરા-દીકરીને ખોયા. તો કેટલાક બાળકોએ પોતાના મા-બાપ ખોયા. તો કેટલાકના તો પરિવારના તમામ સભ્યો ભૂકંપમાં છીનવાઈ ગયા. ત્યારે આજે આપણે વાત કરીશું ભુજના લકી અલીથી ઓળખાતા 24 વર્ષીય મુર્તઝા વેજલાણીની, કે જે ભૂકંપ સમયે 8 માસના હતા અને તેના પરિવારના તમામ સભ્યો ભૂકંપમાં દટાઈ ગયા હતા. પરંતુ તે 4 દિવસ બાદ પણ જીવતા બહાર નીકળ્યા અને તેનો ચમત્કારીક બચાવ થયો હતો.

કચ્છના ભૂકંપમાં કાટમાળમાંથી 8 માસનો લકી જીવતો મળ્યો હતો (ETV Bharat Gujarat)

ભૂકંપના 102 કલાક વિતી ગયા બાદ નાના બાળકનો રડતો અવાજ સંભળાયો
વર્ષ 2001માં કચ્છમાં શક્તિશાળી 7ની તીવ્રતાથી વધુનો ભૂકંપ આવ્યો હતો. જેણે કચ્છના વિવિધ વિસ્તારોને વેર વિખેર કરી દીધા હતા અને 15,000થી પણ વધુ લોકોના મોત થયા હતા. ભૂકંપ બાદ અનેક સેવાકીય સંસ્થાઓ, સુરક્ષા એજન્સીઓ, વહીવટી તંત્રની વિવિધ ટુકડીઓ બચાવ કાર્ય કરી રહી હતી. ત્યારે ભૂકંપના 102 કલાક વિતી ગયા હતા અને રેસ્ક્યું કામગીરી હજુ પણ ચાલુ હતી. ત્યારે જે જગ્યાએ એક સમયે 3 માળનું ઘર હતું તે સ્થળ સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગયું હતું અને રેસ્ક્યું ઓપરેશન કરી રહેલા લોકોને પણ એવી કોઈ આશા નહોતી કે હવે આ સ્થળ પર કોઈ જીવિત હશે. ત્યારે અચાનક કોંક્રિટના ઢગલા નીચે ઊંડેથી કોઈ રડી રહ્યો હોય તેવો અવાજ સંભળાયો. રડતો અવાજ સાંભળીને કોઈ નાનું બાળક રડી રહ્યો હોય તેવો અવાજ હતો. માટે રેસ્ક્યું ઓપરેશન ઝડપથી કરવામાં આવ્યું અને કલાકો પછી 8 મહિનાના મુર્તઝા અલી વેજલાણીને કાટમાળમાંથી ચમત્કારિત રીતે જીવીત બહાર કાઢવામાં આવ્યો.

કચ્છના ભૂકંપમાં કાટમાળમાંથી 8 માસનો લકી જીવતો મળ્યો હતો
કચ્છના ભૂકંપમાં કાટમાળમાંથી 8 માસનો લકી જીવતો મળ્યો હતો (ETV Bharat Gujarat)

ભૂકંપમાં પરિવારના 8 સભ્યો કાટમાળમાં દબાયા
જ્યારે 26 જાન્યુઆરીએ ભુજમાં ભૂકંપ આવ્યો ત્યારે મુર્તઝાની દાદી ફાતિમા મોરબીમાં તેમની બીમાર માતાને મળવા ગયા હતા. ભુજ શહેરની કંસારા બજારમાં રહેતા દાઉદી વોહરા ઉદ્યોગપતિ વેજલાની પરિવારનું ત્રણ માળનું મકાન ધૂળ અને કાટમાળના ઢગલા સાથે ધરાશાયી થતાં પરિવારના આઠ સભ્યો મકાનના કાટમાળમાં ફસાઈ ગયા હતા. જેમાં આઠ માસનો મુર્તઝા, તેના માતા-પિતા મુફદ્દલ અને ઝૈનબ, દાદા મોહમ્મદ, કાકા અલી અસગર, કાકી ઝૈનબ અને તેમની બે પુત્રીઓ નફીશા અને સકીના કાટમાળમાં ફસાઈ ગયા હતા. મુર્તઝાની માતા ઝૈનબે ભૂકંપના 1.5 વર્ષ પહેલા મુફદ્દલ સાથે લગ્ન કર્યા હતા અને મુર્તઝા તેમનો એકમાત્ર સંતાન હતો.

8 માસનો પૌત્ર જીવિત હોવાના અવિશ્વસનીય સમાચાર મળ્યા
કચ્છમાં ભૂકંપ આવ્યા હોવાની જાણ મુર્તઝાની દાદીને થતા તેઓ ભુજ આવી પહોંચ્યા હતા અને ભૂકંપના ત્રણ દિવસ પછી મુર્તઝાના દાદા મોહમ્મદના મૃતદેહને કાટમાળમાંથી બહાર કાઢવાના એક દિવસ પછી તેના દાદી ફાતિમા અને મુર્તઝાના ફઈ-ફુવા કે જેમને માંડવીમાં દાઉદી વોહરા સમુદાય દ્વારા ખોલવામાં આવેલા રાહત કેમ્પમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે તેમને તેમના પૌત્ર મુર્તઝાના જીવિત હોવાના અવિશ્વસનીય સમાચાર મળ્યા હતા. જ્યારે પરિવારના અન્ય કોઈ સભ્યને બચાવી શકાયા ના હોવાના સમાચાર મળ્યા હતા.

મૃત માતાના હાથમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યો
મુર્તઝાના નાના મોહિજ જમાલી કે જેઓ ભૂકંપની સવારથી એક અઠવાડિયા સુધી ઘરના કાટમાળ પાસે પડાવ નાખી બેઠા હતા. તેમને કોઈએ કહ્યું કે, અહીં કાટમાળમાંથી રડવાનો અવાજ સંભળાઈ રહ્યો છે અને તે અવાજ સાંભળીને લાગે છે કે તે કોઈ બાળક હોવું જોઈએ. જેથી તેના નાનાએ બચાવ કામગીરી કરી રહેલી ટીમો અને સૈન્યને મદદ માટે બોલાવ્યા અને રેસ્ક્યુંની ટીમ દ્વારા 8 માસના મુર્તઝાને તેની મૃત માતા ઝૈનબના હાથમાંથી ખેંચી બહાર કાઢવામાં આવ્યો હતો.

પાલક પિતા સાથે લકી અલીની તસવીર
પાલક પિતા સાથે લકી અલીની તસવીર (ETV Bharat Gujarat)

મુર્તઝાની 21 દિવસ સુધી લીલાવતી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી
કાટમાળમાં 4 દિવસ ફસાયેલા રહેવાથી મુર્તઝાને માથા, કપાળ, ગાલ અને પીઠ પર ઊંડા ઘા પડ્યા હતા અને તેને ત્યાર બાદ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે આવેલી ભારતીય સેનાની કેમ્પ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ વધુ સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મુંબઈમાં મુર્તઝાની 21 દિવસ સુધી લીલાવતી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી અને આ સારવારનો ખર્ચ 3,79,674 જેટલો થયો હતો. જે કોણે ચૂકવ્યું તે આજદિન સુધી જાણ નથી થઈ. ત્યાં આટલી નાની ઉંમરે ભયાનક ભૂકંપમાં કાટમાળમાં આટલા દિવસ જીવિત રહેતા અને સફળ રેસ્ક્યું થતા તેને લકી માનવામાં આવે છે અને ત્યારથી તે લકી અલી તરીકે ઓળખાય છે.

મુર્તઝાની ફોઈ અને ફુવાએ તેનો માતા-પિતા તરીકે ઉછેર કર્યો
ગોઝારા ભૂકંપ બાદ ભુજનું ધીમે ધીમે પુનઃવર્સન થતું ગયું અને પુનઃનિર્માણ થવાનું પણ શરૂ થઈ ચૂક્યું હતું. તેમ તેમ વેજલાણીઓ પણ ધીમે ધીમે આગળ વધ્યા. મુર્તઝાના ફોઈ નફીશા અને તેમના પતિ ઝાહીદ અસગર અલી વોરા, જે કચ્છના અંજાર શહેરમાં લાકડાના પ્રખ્યાત વેપારી હતા, તેઓએ પોતાનો વ્યવસાય બંધ કરીને ભુજની મહેંદી કોલોનીમાં એક મકાનમાં રહેવા ગયા અને મુર્તઝાનો ઉછેર કર્યો છે. મુર્તઝાના પિતા ભુજ શહેરમાં પ્રખ્યાત હાર્ડવેર સ્ટોર વેજલાણી ટ્રેડર્સ ચલાવતા હતા. મુર્તઝાના ફુવા ઝાહિદ પણ ભુજ ગયા પછી ભુજ શહેરના લાલ ટેકરી રોડ પર વેજલાણી બ્રાન્ડ નામથી નવો હાર્ડવેર સ્ટોર ખોલ્યો હતો.

દાદી અને ફોઈને પૂછતો રહેતો 'માતા-પિતા ક્યાં છે?'
મુર્તઝાના પાલક માતા-પિતા તરીકે પોતાના દીકરા જેવો જ ઉછેર કર્યો છે અને જણાવ્યું હતું કે, ભૂકંપના એક વર્ષ પછી મુર્તઝાએ તેની દાદી અને નફીશાને તેના માતા-પિતા ક્યાં છે તેના વિશે પ્રશ્નો પૂછતો રહેતો હતો અને વારંવાર મમ્મી-પપ્પા કયાં છે એમ બોલતો રહેતો. ત્યારે તેના ફુવા ઝાહિદે નક્કી કર્યું હતું કે, મુર્તઝા તેમની સાથે રહેશે અને તેમના બે દીકરા પૈકીનો મોટો દીકરો મોહમ્મદ મુર્તઝાની દાદી ફાતિમા સાથે રહેશે. મુર્તઝા તેના ફોઈ અને ફુવા નફીશા અને ઝાહિદ મમ્મી-પપ્પા જ કહે છે.

આગામી સમયમાં તેના લગ્ન પણ યોજાશે
આજે ભૂકંપના 24 વર્ષ બાદ પણ એ દિવસ યાદ કરીને જરૂરથી હૃદય કંપી ઉઠે છે. પરંતુ આજે લકી અલી પોતાને ખરેખર ખૂબ લકી માને છે અને તેના પાલક માતા પિતા સાથે પ્રેમથી રહે છે. આમ મુર્તઝાનો ભૂકંપમાં પોતાનો પરિવાર ઉજળી ગયો, પરંતુ મુર્તઝાના અન્ય કુટુંબીજનોએ તેને પોતાના સગા દીકરા કરતા પણ વધુ પ્રેમ આપીને મોટો કર્યો છે અને તેને ક્યારેય પણ માતા-પિતાની ખોટ નથી વર્તાઈ. જોકે એ દિવસ ભૂલવો કઠિન છે પરંતુ સમયની સાથે તે દિવસ ભૂલવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વર્ષ 2023માં તેની રાજકોટની યુવતી સાથે સગાઈ થઈ હતી અને આગામી મહિને તેના લગ્ન પણ યોજાવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો:

  1. હનુમાન ચાલીસા સંભળાઈ અને કુસુમબેનને જીવતા બહાર કઢાયાઃ 26મીએ જ કચ્છ ધ્રુજ્યું હતું
  2. અહોઆશ્ચર્યમ! જૂનાગઢના ખોરાસા ગીરની વિચિત્ર કેરી, લાડુ જેવો આકાર જોઈ ખેડૂત હરખાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.