રસ્તા વચ્ચે અચાનક સ્કૂટર સળગ્યુ, એક વ્યક્તિની સ્થિતિ ગંભીર જૂઓ વીડિયો - મૈસુરમાં આગની ઘટના

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 25, 2022, 5:14 PM IST

કર્ણાટકના મૈસુરમાં આવેલા શ્રીરંગપટ્ટના તાલુકામાં દસરગુપ્પે પાસે અચાનક એક સ્કૂટર (Scooter Caught fire on Road) સળગી ગયું હતું. જ્યાં રસ્તાની વચ્ચે સ્કૂટર બળી (Scooter fire on Road) જતાં એક વ્યક્તિની સ્થિતિ (One Person Serious) ગંભીર બની ગઈ છે. આ દુર્ઘટના શુક્રવારે સાંજે બની હતી જ્યારે મૈસૂર સ્થિત શિવરામુ અને અનંત રામૈયા સ્કૂટર પર કે.આર.પીટ તરફ જઈ રહ્યા હતા. એ સમયે અચાનક સ્કૂટરમાં (Scooter on Fire) આગ લાગી ગઈ હતી. રસ્તાની વચ્ચે સ્કૂટરમાં આગ લાગતાં લોકોએ બે વ્યક્તિને બચાવવા માટે પ્રયાસ કર્યા હતા. પણ યુદ્ધના ધોરણે કોઈ સારવાર ન મળતા વ્યક્તિની સ્થિતિ ગંભીર બની ગઈ હતી. સ્થાનિકોએ બે વ્યક્તિઓને બચાવી લીધા હતા. યુદ્ધના ધોરણે કોઈ રીતે સારવાર ન મળતા શિવરામુની સ્થિતિ ગંભીર બની ગઈ છે. સારવાર માટે એમને મૈસુરની કે.આર. હોસ્પિટલમાં ખસેડ્યા છે. તેઓ મૈસુરના સિદ્ધાર્થનગરના રહેવાસી હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.