સાબરકાંઠા: ધરોઈ પાણી પુરવઠા યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની મોટાભાગની નગરપાલિકાઓના વર્ષોથી કરોડોના બિલ બાકી છે. એક તરફ નગરપાલિકાઓ દ્વારા શહેરમાં વસતા તમામ નાગરિકો પાસેથી ટેક્સના નામે લાખો રૂપિયા ઉઘરાવાય છે. જોકે, પાણી પુરવઠા વિભાગ સુધી કેટલાય વર્ષોથી જળાશય દ્વારા પૂરા પાડવામાં આવતા પાણીના ટેક્સ ન ચૂકવતા પાણી પુરવઠા વિભાગ દ્વારા નગરપાલિકાઓને નોટિસ આપી છે. જે અંતર્ગત માત્ર ઈડર અને વડાલી નગરપાલિકાની વાત કરીએ તો 6 કરોડ 25 લાખથી વધારેનો પાણી પુરવઠાનો વેરો બાકી છે. જો આગામી સમયમાં ટેક્સ નહીં ભરાય તો પાણીના કનેક્શન કપાય તો નવાઈ નહીં.
શહેરીજનોને પાણી વગર રહેવું પડશે: સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં આવેલી નગરપાલિકાઓ દ્વારા ગ્રાહકોની સુવિધા માટે પાણી વેરો લેવાતો હોય છે. જોકે, આ પાણી વેરો જળ વ્યવસ્થાપનની ન ભરાતા આગામી સમયમાં સાબરકાંઠાની 4 નગરપાલિકાઓના શહેરીજનોને પાણી વિના રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. સાબરકાંઠાની ખેડબ્રહ્મા, વડાલી, પ્રાંતિજ, તલોદ નગરપાલિકાઓ દ્વારા 13 કરોડથી વધારેનો પાણી વેરો બાકી છે. જેમાં વહીવટી તંત્ર દ્વારા વારંવાર રજૂઆત કરાય છે.
સ્થાનિક જનતામાં બન્યો ચર્ચાનો વિષય: આ મામલે સાબરકાંઠા જિલ્લા સંકલન સમિતિમાં પણ રજૂઆત થઈ ચૂકી છે. જો કે, 4 નગરપાલિકાઓનો 13 કરોડથી વધારેનો પાણી વેરો બાકી હોવાના પગલે આગામી એક સપ્તાહમાં જો પાણી વેરો ભરપાઈ કરવામાં નહીં આવે. તો તમામ નગરપાલિકાઓના પાણી કનેક્શન કપાઈ શકે છે. જો કે, નગરપાલિકાઓના પાણીના કનેક્શન કપાય તો સ્થાનિક જનતામાં પણ આ મામલે કેટલાય સવાલો સર્જાયા છે.
વેરો નહી ભરાય તો મામલો ગંભીર બની શકે: એક તરફ તમામ નગરપાલિકાઓ દ્વારા વિવિધ વેરાઓની સાથે સાથે પાણી વેરો પણ ભરવામાં આવે છે. તેમજ જરૂરિયાત મુજબ ભરાતા આ પાણી વેરા અંતર્ગત તંત્ર દ્વારા જળાશયો પાસેથી પાણીના મામલેનો ટેક્સ ભરવામાં આવે છે. જો કે, વહીવટી તંત્ર દ્વારા નિયમિત રીતે ટેક્સ ભરવામાં આવે છે. ત્યારે પાલિકાઓ દ્વારા વહીવટી તંત્રને ટેક્સ ન ભરતા હવે એક સપ્તાહ બાદ આ મામલો ગંભીર બને તો નવાઈની વાત નથી. છેલ્લા કેટલાક સમયથી સંકલન સમિતિમાં પણ આ મામલે વિવિધ રજૂઆતો થઈ ચૂકી છે. સાથો સાથ તંત્ર દ્વારા છેલ્લા એક સપ્તાહની નોટીસ આપવામાં આવી છે. ત્યારે એક સપ્તાહ બાદ જો પાણી વેરો ન ભરાય તો ખેડબ્રહ્મા, વડાલી, ઈડર સહિત પ્રાંતિજ તલોદ નગરપાલિકાઓના પણ પાણીના કનેક્શન કપાય તેમ છે. જો કે, વિવિધ રજૂઆતો બાદ પાલિકા તંત્ર નહીં જાગે તો લોકોને ભોગવવાનો આવશે તે નક્કી છે.
આ પણ વાંચો: