ETV Bharat / entertainment

જુઓ સિંગર દર્શન રાવલના લગ્નની સુંદર તસવીરો, જાણો કોણ છે દર્શનની દુલ્હનિયા - DARSHAN RAVAL MARRIAGE

ફોટોમાં જોઈ શકાય છે કે, દર્શન અને ધરલ બંને પરંપરાગત પોશાક ચણિયાચોળી અને શેરવાનીમાં ખૂબ સરસ દેખાઈ રહ્યા છે.

સિંગર દર્શન રાવલ તેની બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર સાથે લગ્ન બંધનમાં બંધાયો
સિંગર દર્શન રાવલ તેની બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર સાથે લગ્ન બંધનમાં બંધાયો (@darshanravaldz)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 19, 2025, 10:59 AM IST

હૈદરાબાદ: ગુજરાતી સિંગર અને ત્યારબાદ બોલીવુડમાં પણ પોતાના અનોખા અવાજ અને ગીતિથી ચાહકોમાં લોકપ્રિય દર્શન રાવલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. દર્શન રાવલ કે જે એક સમયે નવ તરુણીઓ વચ્ચે બેચલર બોય તરીકે ફેમસ હતો તે આજે તેની 'બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર' સાથે લગ્નના બંધનમાં બંધાયો છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, દર્શને તેની 'બેસ્ટ ફ્રેન્ડ' ધરલ સુરેલીયા સાથે લગ્નના સાત ફેરા લીધા છે. 18 જાન્યુઆરી 2025, એટલે કે ગઈ કાલે દર્શન અને ધરલ એ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના લગ્નના ફોટો મૂક્યા હતા. લગ્નના સુંદર ફોટો સાથે દર્શને કેપ્શનમાં લખ્યું હતું કે, 'માય બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર.' ફોટો પોસ્ટ કરતા જ પોસ્ટના કોમેન્ટ બોક્સમાં બંનેને લગ્નની વધામણીના મેસેજ આવવા લાગ્યા હતા.

ફોટોમાં જોઈ શકાય છે કે દર્શન અને ધરલ બંને પરંપરાગત પોશાક ચણિયાચોળી અને શેરવાનીમાં ખૂબ સરસ દેખાઈ રહ્યા છે. ધરલ એ લાલ કલરનો લહેંગા સાથે ગોલ્ડન ઘરેણાં પહેર્યા હતા જ્યારે દર્શન એ ઓફ વ્હાઇટ શેરવાની પહેરી હતી.

કોણ છે દર્શન દુલ્હનિયા?

ધરલ આર્કિટેક્ટ, ડિઝાઇનર અને રંગ શાસ્ત્રી (colourist) છે. તેણે CEPT, ETH, Babson અને RISD જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં અભ્યાસ કર્યો છે. તેણીનો પોતાનો 'બટર કોન્સેપ્ટ' નામનો ડિઝાઇન સ્ટુડિયો પણ છે. જેમાં તેઓ ઘરોને એક સુંદર ડેકોરેશનનો સ્પર્શ આપીને ક્લાયન્ટને અનોખો અનુભવ આપે છે.

દર્શન અને ધરલની લગ્નની ફોટો જોઈને તેમના ચાહકોમાં ખુશીનો પાર નથી રહ્યો. તેઓએ આ બંનેને પોતાના બેસ્ટ વિશિસ આપ્યા છે.

આ પણ વાંચો:

  1. કચ્છ ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનની 3 પેઢી કચ્છના સફેદ રણને માણી અભિભૂત થઈ...
  2. અભિનેતા હિતેનકુમારના પ્રેમ અંગેના શું છે વ્યક્તિગત વિચાર ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.