જૈન સમાજ દ્વારા સાયન્સ સિટીનું આયોજન, જાણો કયા ભરાશે - Ahmedabad jain science city
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15846099-298-15846099-1658031166037.jpg)
અમદાવાદ: ભાવનગર જિલ્લાના પાલીતાણા અમે સોનગઢ વચ્ચે જૈન સાયન્સ સિટીનું આયોજન (Science City organized by Jain Samaj ) કરવામાં આવશે. આ સાયન્સ સિટી 10 એકરમાં પથરાયેલ શંખેશ્વરપુરમ (Ahmedabad jain science city ) ખાતે જૈન સાયન્સ ગેલેરી બનવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં જૈન ધર્મનું વિજ્ઞાન પ્રયોગો, યંત્રો, ચાર્ટો, ફિલ્મો, મોડેલો વગેરેના માધ્યમથી દર્શાવવામાં આવશે. આ શિબિરમાં આત્માના પુનર્જન્મનું વિજ્ઞાન, પાણીમાં જીવ હોવાની વૈજ્ઞાનિક સાબિતીઓ, આભામંડળ અને તેજસ શરીરના અભ્યાસ દ્વારા અસાધ્ય રોગોની ચિકિત્સા, આધુનિક ધ્વનિવિજ્ઞાનનો પ્રાચીન મંત્રવિજ્ઞાન સાથે સમન્વય, શરીરનાં સાત ચક્રોના જ્ઞાન વડે મનુષ્યના વ્યક્તિત્વનો વિકાસ, મનની અગાધ શક્તિની આધુનિક ઉપકરણો વડે માપણી, જૈન મેડિટેશન, જૈન આહારવિજ્ઞાન વગેરે વિષયોની છણાવટ કરવામાં આવશે. આ શિબિરમાં જૈન વિજ્ઞાનમાં રસ ધરાવતા દરેક લોકો લાભ લઈ શકશે.
TAGGED:
Ahmedabad jain science city