વિજયાદશમીના દિવસે રાવણનું પુતળા દહન થશે, તૈયારીઓને આખરી ઓપ - Ravan Dahan Vadodara Celebration
🎬 Watch Now: Feature Video
વડોદરા: વડોદરાના દશેરા પર્વની ઉજવણી નિમિત્તે ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા પોલો ગ્રાઉન્ડ ખાતે આયોજિત રાવણ દહનના કાર્યક્રમની તૈયારીઓને આખરીઓપ આપવામાં આવ્યો છે. ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં (Ravan Dahan Dussehra celebration) દશેરના પાવન પર્વે છેલ્લા 42 વર્ષથી ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ઉત્તર ભારતમાં જેમ નવરાત્રીમાં 11 દિવસનો કાર્યક્રમ યોજાય છે. પરંતુ તે ગુજરાતમાં શક્ય ન હોય ઉત્તર ભારતના ફરજ પર આવેલા ઉચ્ચ અધિકારીઓએ અહીં પણ બાળકોને સંસ્કૃતની સમજ મળી રહે તે માટે 1981 ના વર્ષથી રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. જેના ભાગરૂપે આગરા ખાતેથી આવેલા 24 જેટલા કારીગરો દ્વારા આ વર્ષે પણ માત્ર ત્રણ દિવસના (Ravan Dahan Vadodara Celebration) ટૂંકા ગાળામાં 55 ફૂટ ઊંચી રાવણ કુંભકર્ણ અને મેઘરાજના પૂતળા તૈયાર કર્યા હતા. જેને નોમને દિવસે પોલો ગ્રાઉન્ડ ખાતે લઈને ક્રેન દ્વારા ઊભા કરવામાં આવનાર છે. જે રાવળ દહનના કાર્યક્રમને નિહાળવા અંદાજે બે લાખ જેટલી જનમેદની ઉમટી પડતી હોય છે. તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે છે. આમ વડોદરામાં ધામધૂમથી દશેરાની ઉજવણી કરવામાં આવે છે.